‘હું અક્ષયના નામનું ટેટૂ નહીં કરાવું’: ટવિન્કલ ખન્નાએ કેમ કર્યો ઈનકાર?

જ્યારે બોલીવુડના સ્ટાર્સ એક મંચ પર આવે અને પોતાના અંગત જીવનના રસપ્રદ કિસ્સા શેર કરે ત્યારે એ બાબત દર્શકો માટે મનોરંજનનો ખજાનો બની જાય છે. ટ્વિંકલ ખન્ના અને કાજોલનો ‘શો ટૂ મચ’ આ દિવસોમાં આવા જ રસપ્રદ કિસ્સાઓને કારણે ખૂબ ચર્ચામાં આવ્યો છે. શોના એક એપિસોડમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાને હાજરી આપી, જ્યાં તેમણે પોતાના ટેટૂ અને પર્સનલ વાતો શેર કરી હતી અને ટ્વિંકલની ફની કમેન્ટે એપિસોડને વધુ રોમાંચક બનાવ્યો હતો.
‘ટૂ મચ વિથ’ કાજોલ એન્ડ ટ્વિંકલના લેટેસ્ટ એપિસોડમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાને પોતાના ટેટૂ વિશે દિલ ખોલીને વાત કરી હતી. અક્ષયે જણાવ્યું કે તેણે પોતાના શરીર પર પત્ની ટ્વિંકલ ખન્ના, દીકરી નિતારા અને દીકરા આરવના નામના ટેટૂ બનાવ્યું છે. બીજી તરફ, સૈફે કહ્યું કે તેને પત્ની કરીના કપૂરના નામનું ટેટૂ હાથ પર બનાવ્યું છે. આ બંનેની વાત પર ટ્વિંકલે કઈક એવું કહ્યું કે દર્શકો ખડખડીને હસવા લાગ્યા હતા.
શોમાં અક્ષયે જણાવ્યું કે તેણે પોતાની પીઠ પર દીકરા આરવનું નામ અને ખભા પર દીકરી નિતારા અને ટ્વિંકલનું નામ દોરાવ્યું છે. જોકે, ટ્વિંકલને તે પ્રેમથી ટીના કહે છે, અને આ ટેટૂ તેના પરિવાર પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. અક્ષય અને ટ્વિંકલની લગ્નજીવનની સફર 2001થી શરૂ થઈ અને આજે 24 વર્ષ પછી પણ તેનો પ્રેમ અકબંધ છે. તેના બે સંતાનો, આરવ અને નિતારા, તેના જીવનનો મહત્વનો ભાગ છે, અને આ ટેટૂ પ્રેમની યાદ અપાવે છે.
સૈફે ટેટૂ વાત પર ઉમેર્યું કે તે હંમેશા કરીના કપૂરને લઈને નિશ્ચિત હતા. તેણે કરીનાના નામનું ટેટૂ બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ શરૂઆતમાં તેને લાગ્યું કે તે ટેટૂને છુપાવી શકે. જોકે, આખરે તેણે હાથ પર જ કરીનાનું નામ લખાવી લીધું. આ વાતચીતમાં સૈફની રમૂજી શૈલી અને કરીના પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાયો, જે દર્શકોને ખૂબ ગમ્યો તો.
ટ્વિંકલે શોમાં રમૂજી અંદાજમાં કહ્યું કે તે ક્યારેય અક્ષયના નામનું ટેટૂ નહીં બનાવે. તેણે કહ્યું, “જીવનમાં કશું કાયમી નથી, ન ટેટૂ કે ન લગ્ન. હું ટેટૂ બનાવીને પછી તેને બદલવાની ઝંઝટ નથી ઇચ્છતી.” આ નિવેદનથી બધા હસી પડ્યા, અને ટ્વિંકલની ખુલ્લા દિલની વાતચીતે શોને જાણે ચારચાંદ લગાવ્યા. આ એપિસોડે દર્શકોને મનોરંજનની સાથે સેલેબ્સના અંગત જીવનની ઝલક પણ આપી.
આ પણ વાંચો…અક્ષય કુમારની 13 વર્ષની દીકરી પાસેથી અશ્લીલ તસવીરો માંગનાર કોણ? એક્ટરે સરકારને શું વિનંતી કરી?