તૂટેલા હાથ સાથે જાહ્નવી કપૂરને ટેકો આપવા આવ્યો બોયફ્રેન્ડ, પ્રેમ હોય તો આવો

ફ્રાન્સના કાન ખાતે કાન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જેમાં વિશ્વભરની ફિલ્મો પ્રદર્શિત થઇ રહી છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર અને નીરજ ઘાયવાનની આગામી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ આ વર્ષે કાનમાં ‘એન સર્ટેન રિગાર્ડ’ વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવશે. કરણ જોહર ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જ્હાન્વી કપૂર સાથે કાન્સ પહોંચ્યા છે, જ્યાં સ્ટાર્સ સ્ટાઇલિશ લૂકમાં જોવા મળ્યા હતા.
‘હોમબાઉન્ડ’ના પ્રીમિયર દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ હાજર રહેશે. આ ફિલ્મ નીરજ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે, તેમની 2015માં ફિલ્મ “મસાન” પણ કાનમાં પ્રદર્શિત થઈ હતી. વેબસાઇટ અનુસાર “હોમબાઉન્ડ”એ ઉત્તર ભારતના ગામડાના બે બાળપણના મિત્રો (ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવાની વાર્તા છે, જેઓ પોલીસની નોકરી શોધી રહ્યા છે જે તેમને સન્માન અપાવશે.
ઇશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જ્હાનવી કપૂર કાનના આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેમની ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપશે. આ ઈવેન્ટમાં જાહ્નવી કપૂરને સપોર્ટ કરવા તેનો ફ્રેન્ડ ઔરી, તેની બહેન ખુશી કપૂર અને બોયફ્રેન્ડ શિખર પહાડિયા પહોંચ્યા હતા. કરણ જોહર સાથેની તેમની તસવીરો પણ સામે આવી છે, પરંતુ આ તસવીરમાં જાહ્નવી કપૂર દેખાતી નથી.
અલબત્ત, શિખર પહાડિયાના હાથમાં ઈજા હતી, પરંતુ તે તેની ગર્લફ્રેન્ડ જાહ્નવીને ટેકો આપવા માટે ત્યાં પહોંચ્યો છે. કાનમાંથી શિખર પહાડિયાની એક તસવીર સામે આવી છે, જેમાં તે ખુશી કપૂર, ઓરી અને કરણ જોહર સાથે પોઝ આપતો જોવા મળે છે. તસવીરોમાં, કરણ ગુલાબી સૂટમાં સ્ટાઇલિશ પોઝ આપતો જોવા મળે છે, તો એક તસવીરમાં તે ખુશી અને શિખર સાથે બ્લુ કેઝ્યુઅલ આઉટફિટમાં પોઝ આપતો જોવા મળે છે.
તસવીરમાં શિખર પહાડિયા સફેદ પેન્ટ અને લીલા રંગના ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. તેના હાથમાં પ્લાસ્ટર છે. શિખર અને જ્હાન્વી કપૂર બાળપણથી એકબીજાને ઓળખે છે. બંને એક જ સ્કૂલમાં સાથે હતા. એટલું જ નહીં, બંને વર્ષો પહેલા ડેટ કરતા હતા, પરંતુ પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું, ત્યાર બાદ અભિનેત્રીએ તેના ડેબ્યૂ સ્ટાર ઈશાન ખટ્ટરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો…‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ની અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કામ માંગ્યું