મનોરંજન

કાજોલની મા ફિલ્મ પહેલા જ દિવસે સિતારે જમીન પર સામે ઝાંખી પડી, વખાણ થયા પરંતુ કમાણી નિરાશાજનક

મુંબઈઃ કાજોલની ફિલ્મ ‘મા’ (Maa) બોક્સ ઓફિસ (Maa Movie box Office collection) પર કઈ ખાસ કમાલ કરી શકી નથી. કારણે પહેલા દિવસે ‘મા’ ફિલ્મે માત્ર 3.21 કરોડની કમાણી કરી શકી છે. દર્શકોને કાજોલની આ હોરર ફિલ્મ કંઈ ખાસ પસંદ આવી નથી. શરૂઆતની કમાણીને જોતા આ ફિલ્મ કઈ ખાસ કમાણી કરી શકે તેમ લાગતું નથી. અત્યારે બોક્સ ઓફિસ પર આમિર ખાનની ફિલ્મ (Sitaare Zameen Par) ધૂમ મચાવી રહી છે. સિતારે જમીન પર ફિલ્મ સામે કાજોલની ‘મા’ ફિલ્મ ઝાંખી પડી રહી છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ એવું કહે છે કે આ ફિલ્મની કમાણીમાં વધારો થઈ શકે છે.

કાજોલની ફિલ્મે પહેલા દિવસે માત્ર 3.21 કરોડ રૂપિયાની કમાણી

વિશાલ ફુરિયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘મા’ એક હોરર ફિલ્મ છે. ફિલ્મના ટીઝર અને ટ્રેલરે દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી હતી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયા બાદ ઘણી પ્રશંસા થઈ રહી છે. પરંતુ કમાણીની દ્રષ્ટિએ ફિલ્મની શરૂઆત ધીમી રહી છે. આફિલ્મે આજે શરૂઆતના દિવસે 3.21 કરોડ રૂપિયાની કમાણી કરીને પોતાનું ખાતું ખોલ્યું છે. જ્યારે સામે આમિરની ફિલ્મે આઠમાં દિવસે 6.50 કરોડની રુપિયાની કમાણી કરી છે.

આમિરની ફિલ્મે માત્ર આઠ દિવસમાં 95 કરોડથી વધુ કમાણી કરી

આમિર ખાનની સિતારે જમીન પર એ કમાલ કરી બતાવી છે. આ ફિલ્મે રિલીઝના માત્ર આઠ દિવસમાં 95 કરોડથી વધુ કમાણી કરી લીધી છે. હવે તે 100 કરોડની ફિલ્મ બનવાથી માત્ર 5 કરોડથી દૂર છે. આ ફિલ્મ આજે આ આંકડો પાર કરશે અને આ સાથે તે વર્ષની છઠ્ઠી 100 કરોડની ફિલ્મ બની જવાની છે. સામે કાજોલની ફિલ્મ ‘માં’ એ શરૂઆતના દિવસના આંકડામાં થોડું નીચું પ્રદર્શન કર્યું છે. કાજોલની છેલ્લી ફિલ્મ ‘સલામ વેંકી’ (2022) હતી. જેની સરખામણીમાં અભિનેત્રીની આ ફિલ્મે વધુ સારી કમાણી કરી બતાવી છે.

આ પણ વાંચો…સલમાન ખાનના બિગ બોસ 19 શોની A to Z વિગતો જાણો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button