90ના દાયકામાં ભારત-પાક યુદ્ધ પર આધારિત મલ્ટિ સ્ટારર ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર મચાવી રહી છે ધમાલ…

જ્યારે કોઈ પણ બે દેશો વચ્ચે તણાવની સ્થિતિ પેદા થાય છે ત્યારે દુનિયાભરમાં એની ચર્ચા થતી હોય. હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. પહલગામ આંતકવાદી હુમલાનો બદલો લેવા ઈન્ડિયન આર્મી દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ તો સ્થિતિ વધારે વણસી ગઈ છે.
આ બધા વચ્ચે ભારત-પાકિસ્તાન તણાવ બનેલી ફિલ્મ એક ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી લોંગેવાલાની લડાઈ પર આધારિત ફિલ્મ ઓપરેશન સિંદૂર દરમિયાન ઓટીટી પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ફિલ્મ છે બોર્ડર.
આપણ વાંચો: ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શું આપ્યું માર્ગદર્શન? જાણો વિગત
બોલીવૂડની અનેક ફિલ્મોમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દર્શાવવામાં આવ્યો છે અને એમાંથી કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરી છે અને એમાંથી જ એક ફિલ્મ વિશે આપણે વાત કરીશું.
1997માં આવેલી ફિલ્મ બોર્ડરમાં એક સાથે બે-ત્રક્ષણ નહીં ચાર ચાર સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મને ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત એક કલ્ટ ફિલ્મ માનવામાં આવે છે.

આપણ વાંચો: ભારત-પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે મોક ડ્રિલ પહેલાં ગૃહ મંત્રાલયે બોલાવી મહત્ત્વની બેઠક…
1997માં આવેલી બોર્ડર ફિલ્મમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને દર્શાવવામાં આવ્યો છે. બોર્ડર ફિલ્મની ખાસ વાત વિશે વાત કરીએ તો આ એક મલ્ટિ સ્ટારર ફિલ્મ હતી જેમાં સની દેઓલ, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, સુનિલ શેટ્ટી, પુનિત ઈસ્સર, કુલભુષણ ખરબંદા જેવા અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટી સાથે આ ફિલ્મની સિક્વલ બની રહી છે.
જો તમે પણ બોર્ડર ફિલ્મને બીજી વખત જોવાનો પ્લાન કરી રહ્યા છો તો હવે તમે તેને ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળી જશે. આ સિવાય તમે યુટ્યૂબ પર પણ આ ફિલ્મ જોઈ શકો છો. તમારી જાણ માટે કે ફિલ્મ બોર્ડર ટુ 26મી જાન્યુઆરી, 2026ના રીલિઝ થવા જઈ રહી છે.