43 વર્ષ પહેલાં ‘શોલે’ને ધૂળ ચટાવનાર મિથુન ચક્રવર્તીની ફિલ્મ, જેને 100 કરોડ કર્યો હતો વકરો, શું તમે નામ જાણો છો?

મુંબઈ: બોલિવૂડમાં ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની ચર્ચા હંમેશા રહે છે. આજે જ્યાં ફિલ્મો 500-1000 કરોડની કમાણી સરળતાથી કરી લે છે, ત્યાં એક સમયે 100 કરોડનો આંકડો પાર કરવો પણ મોટી સિદ્ધિ ગણાતી. 15 ઓગ્સ્ટના રોજ એવી જ એક ઈતિહાસીક ફિલ્મ શોલેની 50મી વર્ષગાંઠ છે. પણ જ્યારે આ ફિલ્મની વાત થાયો તો, આ ફિલ્મને પણ ટક્કર મારી ઘણી એવી ફિલ્મ છે જેને અનોખી છાપ છોડી છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન કે અક્ષય કુમારની ફિલ્મોના ‘100 કરોડ ક્લબ’ની ચર્ચા થાય છે, પરંતુ આ રેકોર્ડનો સાચો હકદાર મિથુન ચક્રવર્તી છે. તેમની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’એ સૌ પ્રથમ 100 કરોડનો આંકડો પાર કરી બોલિવૂડમાં ઈતિહાસ રચ્યો હતો.
100 કરોડ ક્લબની શરૂઆત
1982માં રિલીઝ થયેલી ‘ડિસ્કો ડાન્સર’એ મિથુન ચક્રવર્તીના કરિયરને નવી ઊંચાઈઓ આપી. ભારતમાં આ ફિલ્મે ₹6 કરોડની કમાણી કરી, પરંતુ 1984માં સોવિયત યુનિયનમાં રિલીઝ થયા બાદ તેણે ધૂમ મચાવી. આ ફિલ્મે સોવિયત યુનિયનમાં એટલી બધી કમાણી કરી કે તેનું વૈશ્વિક કલેક્શન ₹100.68 કરોડ સુધી પહોંચ્યું. આ ફિલ્મ એશિયા, પૂર્વ આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા, તુર્કી અને ચીનમાં પણ રિલીઝ થઈ, જ્યાં તેણે ભારે કમાણી કરી અને બોલિવૂડના ઈતિહાસમાં પ્રથમ 100 કરોડી ફિલ્મ બની.

શોલેનો રેકોર્ડ તોડ્યો
‘ડિસ્કો ડાન્સર’એ તે સમયની લોકપ્રિય ફિલ્મ ‘શોલે’નો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ ફિલ્મે વિશ્વભરમાં ₹100.68 કરોડની કમાણી કરી, જે તે યુગમાં બોલીવૂડમાટે અભૂતપૂર્વ સફળતા હતી. મિથુન ચક્રવર્તીની બાયોગ્રાફી ‘દ દાદા ઓફ બોલીવૂડ’માં લેખક રામ કમલ મુખર્જીએ આ ફિલ્મની સિદ્ધિનો ખાસ ઉલ્લેખ કર્યો છે. આ ફિલ્મે ન માત્ર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, પરંતુ ડિસ્કો સંગીત અને નૃત્યના ટ્રેન્ડને પણ લોકપ્રિય બનાવ્યો, જેની અસર આજે પણ જોવા મળે છે.

100 કરોડ ક્લબનો વારસો
‘ડિસ્કો ડાન્સર’ની સફળતા બાદ ‘હમ આપકે હૈં કૌન’એ 1994માં ₹135 કરોડની કમાણી કરી અને આ રેસને આગળ ધપાવી. ત્યારબાદ 100 કરોડ ક્લબમાં ફિલ્મોનો સમાવેશ થવો સામાન્ય બન્યું. જોકે, આ યાત્રાની શરૂઆત કરનાર ‘ડિસ્કો ડાન્સર’ અને મિથુન ચક્રવર્તીનું નામ બોલીવૂડના ઈતિહાસમા હંમેશા યાદ રહેશે. આ ફિલ્મે ન માત્ર બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાની તાકાત પણ દર્શાવી.
બોલીવૂડની બદલાતી તસવીર
‘ડિસ્કો ડાન્સર’ની સફળતાએ બોલિવૂડની વૈશ્વિક પહોંચને મજબૂત કરી. આ ફિલ્મે બતાવ્યું કે ભારતીય સિનેમા વિદેશી બજારોમાં પણ મોટી કમાણી કરી શકે છે. આજે ફિલ્મો 1000 કરોડના આંકડા પાર કરી રહી છે, પરંતુ મિથુન ચક્રવર્તીની આ ફિલ્મે 1980ના દાયકામાં જે ઈતિહાસ રચ્યો, તે અનોખો છે. આ ફિલ્મે બોલીવૂડના આર્થિક પરિદ્રશ્યને બદલી નાખ્યું અને આજના ‘100 કરોડ ક્લબ’નો પાયો નાખ્યો.
આ પણ વાંચો…74 વર્ષના રજનીકાન્તે તોડ્યા બોક્સ ઓફિસ રેકોર્ડ, કુલીનું 100 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ