એકસ્ટ્રા કલાકાર તરીકે ડાન્સ કરીને બની ગયા સુપરસ્ટાર, જાણો આ સ્ટાર્સ વિશે…
બોલીવુડમાં નસીબ ચમકાવવાની તો ઘણાની ઈચ્છા હોય છે, પરંતુ બોલિવૂડમાં કઈ બધાને આગળ વધવાનો મોકો નથી મળતો. એની માટે ઘણા ચપ્પલ ઘસી નાખવા પડે છે. આપણે સંઘર્ષ કરતા સ્ટાર્સોના અનુભવમાં પણ સાંભળ્યું છે કે કોઈએ એક્સ્ટ્રા તરીકે કામ કર્યું છે તો કોઈએ ડિટેકટરને આસિસ્ટ કર્યું છે, તો કોઈએ એના ખરાબ દિવસોમાં રેલ્વે સ્ટેશન પર સૂઈને કે મંદિરમાં ખાઈને પણ દિવસો વિતાવ્યા છે.
એવા પણ કેટલાક સ્ટાર્સ છે જેમણે એક્સ્ટ્રા તરીકે ડાન્સની શરૂઆત કરી, કોરિયોગ્રાફર પાસે ડાન્સ શીખ્યા અને પછી કોરિયોગ્રાફરની ટીમમાં રહીને બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યા અને ત્યારબાદ તેમની કિસ્મત ચમકી ગઈ અને તેમને નામ, દામ કામ, શોહરત બધું જ મળ્યું. આજે અમે તમને આવા જ બે કલાકાર વિશે જણાવીશું.
આ પણ વાંચો: આધાર કાર્ડ સેન્ટરમાં થઇ દીકરીની થઇ સતામણી, બોલિવૂડ ડિરેક્ટરે સોશિયલ મીડિયા પર વર્ણવી વ્યથા
એક instagram હેન્ડલ પર કરિશ્મા કપૂરના સોંગનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. કરિશ્મા કપૂરે આ ગીત પર જોરદાર ડાન્સ કર્યો છે. તે એકદમ એનર્જેટિક જોવા મળી રહી છે અને એને તેની સાથે જ પાછળ ડાન્સરો પણ ફૂલ્લ એનર્જીમાં ધાંસુ ડાન્સ કરી રહ્યા છે.
આ પણ વાંચો: કરિશ્માના લગ્નમાં ફિલ્મી દુનિયાના કેટલા કલાકારોએ આપી હતી હાજરી ખબર છે?
જો તમે ધ્યાનથી જોશો તો તમને આ વીડિયોમાં બે ડાન્સર પણ જોવા મળશે જે ફિલ્મી પડદે હીરો તરીકે આવી ચૂક્યા છે તમે ધ્યાનથી જોશો તો તમને શાહિદ કપૂર જોવા મળશે તેના વાળ ડાન્સ કરતી વખતે હવામાં ઉડી રહ્યા છે અને આમાં તમને જુગલ હંસરાજ પણ ડાન્સ કરતા જોવા મળશે. એના ફેસ પર કોઇ ઝાઝો બદલાવ નથી આવ્યો એટલે તેને ઓળખવામા તમને બહુ મુશ્કેલી નહીં પડે.
આ ગીત ‘દિલ તો પાગલ હે’ ફિલ્મનું છે. આ ફિલ્મ સુપરહિટ રહી હતી એના બધા ગીતો સુપરહિટ રહ્યા હતા. અહીં જોવા મળતો ગીત છે, ‘લે ગઈ લે ગઈ… દિલ લે ગઈ લે ગઈ….’ આ ગીતમાં શાહિદ કપૂર બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે છે. શાહિદને હવે કોઈ ઓળખની જરૂર નથી આપણે એને ‘ઉડતા પંજાબ’, ‘જબ ભી મેટ’, ‘કબીર સિંહ’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોયો છે.
હવે વાત કરીએ જુગલ હંસરાજની તો તેણે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. માસુમ ફિલ્મમાંતેણે બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ઉર્મિલા માંતોડકર પણ બાળ કલાકાર તરીકે હતી. શેખર કપૂરની આ ફિલ્મ 1983માં રિલીઝ થઇ હતી.
આ ઉપરાંત જુગલ હંસરાજે યશરાજ બેનર્સની મહોબ્બતે ફિલ્મમાં પણ હીરોની ભૂમિકા ભજવી હતી. જોકે, તે સહાયક અભિનેતાના રોલમાં હતો. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય જેવા કલાકારો પણ હતા.