મનોરંજન

આજે બોલિવૂડના આ દિગ્ગજ સ્વાભિમાની અભિનેતાનો જન્મ દિવસ, ઈન્દિરા ગાંધી પણ ના ઝુકાવી શક્યા

મુંબઈ: ભારતીય સિનેમાના ઈતિહાસમાં ઘણા મહાન કલાકારો થઇ ગયા, પરંતુ એ યાદીમાં મનોજ કુમાર (Manoj Kumar)નું નામ અલગ તારી આવે છે. હિન્દી ફિલ્મોને એક પછી એક શાનદાર ફિલ્મો આપનાર મનોજ કુમાર પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવા માટે જાણીતા હતા. દરેક પાત્રમાં તેની છાપ દેખાતી હતી. મનોજ કુમારે ફિલ્મો દ્વારા લોકોમાં દેશભક્તિની લાગણી જગાડી હતી. આજે મનોજ કુમારનો આજે 87મો જન્મદિવસ છે.

ફિલ્મો ઉપરાંત, રીયલ ફાઈલમાં પણ મનોજ કુમારના સાહસના ઘણા કિસ્સા છે. ઈમરજન્સી સમયમાં મનોજ કુમાર ઈન્દિરા ગાંધીની સરકાર સામે પણ અડગ રહ્યા હતા. શરૂઆતમાં મનોજ કુમાર અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વચ્ચે સંબંધો સારા હતા. પરંતુ ઈમરજન્સીની જાહેરાત થતાં જ બંને વચ્ચે મતભેદો શરુ થયા. મનોજ કુમારે ખુલ્લેઆમ ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. એ સમયમાં ઈમરજન્સીનો વિરોધ કરતા ફિલ્મ કલાકારો પર પ્રતિબંધ મુકવામાં આવતો હતો, તેમની ફિલ્મો રિલીઝ થતાની સાથે જ તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. મનોજ કુમારની ફિલ્મોમાં પણ એવું જ થયું.

મનોજ કુમારની ફિલ્મ ‘દસ નંબરી’ પર માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત મનોજ કુમાર ‘શોર’ ફિલ્મનાના નિર્દેશક અને નિર્માતા બંને હતા. આ ફિલ્મની રિલીઝ પહેલા તેને દૂરદર્શન પર બતાવવામાં આવી હતી, જેના કારણે ફિલ્મ સિનેમાઘરોમાં કમાણી કરી શકી ન હતી અને તેના કારણે તેમને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ પછી આ ફિલ્મ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.

આવી સ્થિતિમાં મનોજ કુમારે કોર્ટનો સંપર્ક કર્યો. તેમણે ઘણા અઠવાડિયાઓ સુધી કોર્ટના ચક્કર લગાવ્યા, ચુકાદો તેમની તરફેણમાં આવ્યો. આ કારણે તે એકમાત્ર ફિલ્મ નિર્માતા છે જેણે ભારત સરકાર સામે કેસ જીત્યો છે.

આ કેસ પછી, સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેમને એક ઑફર આપી, આ ઑફર ‘ઇમરજન્સી’ પર ફિલ્મ બનાવવાની હતી, પરંતુ મનોજે તેને ફગાવી દીધી અને સ્પષ્ટપણે ના પાડી દીધી. આ ફિલ્મનું લેખન અમૃતા પ્રીતમ કરી રહ્યા હતા અને જે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી. જ્યારે મનોજને આ વાતની ખબર પડી તો તેણે અમૃતા પ્રિતમને પણ ઠપકો આપ્યો.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker