
મુંબઈ: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમાવરે 89 વર્ષે અવસાન થયું છે, તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમના પરિવાર તરફથી આ અંગે હજુ પુષ્ટિ કરવામાં આવી નથી. અહેવાલ મુજબ ધર્મેન્દ્રની પત્ની હેમા માલિની અને એશા દેઓલ સ્મશાનગૃહમાં દેખાયા હતાં, ફિલ્મ જગતની કેટલીક હસ્તીઓ પણ સ્મશાનગૃહ પાસે દેખાઈ હતી.
ધર્મેન્દ્રના અવસાનના સમાચાર મળતા જ ફિલ્મ જગતની હસ્તીઓ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી રહી છે. ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરે તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ” એક યુગનો અંત આવ્યો, એક મેગા સ્ટાર, મેઈન સ્ટ્રીમ સિનેમામાં એક હીરો… સ્ક્રીન પર અતિ સુંદર…. તેઓ ભારતીય સિનેમાનો એક વાસ્તવિક દંતકથા છે અને હંમેશા રહેશે…”
આ પણ વાંચો: મારા જમાનામાં મને જે પસંદ આવી તે સુંદર બની ગઈઃ જુઓ ‘દસ કા દમ’ શોનો ધર્મેન્દ્રનો જૂનો વીડિયો વાયરલ
અવસાન થયું હોવાની અફવા:
નોંધનીય છે કે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ ઓક્ટોબરના અંતમાં ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી દાખલ કરવામાં આવ્યા હતાં. એ સમયે તેમનું અવસાન થયું હોવાની અફવા ફેલાઈ હતી. તેમના પરિવારે ધર્મેન્દ્રના મૃત્યુના અહેવાલ નકારી કાઢ્યા હતાં. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને ઘરે ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાંથી રજા મળ્યાના 12 દિવસ પછી તેમનું અવસાન થયું છે.
અગામી 8 ડિસેમ્બરે તેઓ 90 વર્ષના થવાના હતાં.
આજે જ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું:
નોંધનીય છે આજે સવારે જ ‘ઇક્કીસ’ ફિલ્મ માટે ધર્મેન્દ્રનું કેરેક્ટર પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જેમાં ધર્મેન્દ્ર એમ એલ ખેતરપાલની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પણ વાંચો: 10 દિવસ બાદ ધર્મેન્દ્રને કોના કહેવાથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો? ડોક્ટરે કર્યો ખુલાસો, કહ્યું કે…
ધર્મેન્દ્રએ 1960 માં ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું, ત્યાર બાદ 1960 ના દાયકામાં ટીમને અનપઢ, બંદિની, અનુપમા અને આયા સાવન ઝૂમ કે જેવી ફિલ્મોમાં નાના રોલ કર્યા હતાં.
ત્યાર બાદ તેમણે શોલે, ધરમ વીર, ચુપકે ચુપકે, મેરા ગાંવ મેરા દેશ અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી.
ધર્મેન્દ્ર છેલ્લે શાહિદ કપૂર અને કૃતિ સેનન અભિનીત તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં અભિનય કર્યો હતો.



