ફિલ્મ એનિમલ જોઈને બોબીની માતાએ આપ્યું આવું રિએકશન….
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે ભારતમાં પાંચ જ દિવસમાં 292.78 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને જો વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ ટૂંક સમયમાં જ 500 કરોડના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. ફિલ્મમાં બોબી દેઓલના વાયોલેન્સ અવતારની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે.
જ્યાં એક તરફ પિતા ધર્મેન્દ્ર, ભાઈ સની દેઓલ અને બહેન ઈશા દેઓલ સહિત દરેક જણ બોબીની જોરદાર એક્ટિંગના વખાણ કરી રહ્યા છે ત્યાં બીજી બાજું બોબીની માતાનું એકદમ અલગ જ રિએક્શન આવ્યું છે અને આ વાતનો ખુલાસો ખુદ બોબી દેઓલે કર્યો છે.
બોબી દેઓએ જણાવ્યું હતું કે તેની માતા પ્રકાશ કૌરે ફિલ્મ જોઈને કહ્યું હતું કે આવી ફિલ્મો ના કરીશ. બોબીએ એવું પણ જણાવ્યું હતું કે ફિલ્મમાં મારા મૃત્યુનો સીન છે અને મારી માતાને એ બિલકુલ ગમ્યું નથી. મેં કહ્યું કે હું તમારી સામે તો ઊભો છું એ તો બસ એક સીન જ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બોબી દેઓલના પિતા ધર્મેન્દ્રએ અત્યાર સુધી ફિલ્મ એનિમસલ નથી જોઈ પણ ટ્રેઈલરમાં જ બોબીનો લૂક જોઈને તેઓ એકદમ પ્રભાવિત થઈ ગયા હતા અને તેઓ બોબીના વખાણ કરતાં જોવા મળ્યા હતા. બોબી દેઓલ ફિલ્મમાં પોતાની એક્ટિંગથી સતત લોકોને ઈમ્પ્રેસ કરતાં આવ્યા છે. જ્યારે બીજી બાજું એક્ટરે જણાવ્યું હતું કે મને સતત ફોન કોલ્સ આવી રહ્યા છે. મેં મારી પત્ની અને દીકરાની આંખોમાં ખુશી જોઈ છે.
ફિલ્મ એનિમલની વાત કરીએ તો હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ આ ફિલ્મની જ ચર્ચા ચાલી રહી છે અને લોકો રણબીર કપૂર અને બોબી દેઓલના વખાણ કરતાં થાકી નથી રહ્યા. દરરોજ કમાણીના મામલે આ ફિલ્મ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે.