નેશનલમનોરંજન

ભાજપના સાંસદ રવિ કિશન મારા પિતા છે: મુંબઈની યુવતીનો ચકચારજનક દાવો

મુંબઈ: ભોજપુરી સુપરસ્ટાર તેમ જ ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશન પોતાના ખરા પિતા હોવાનો દાવો મુંબઈની યુવતીએ કર્યો છે. રવિ કિશન પોતાના પિતા છે તે સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવાની માગણી કરતી અરજી પણ પચ્ચીસ વર્ષીય યુવતીએ અદાલતમાં દાખલ કરી છે.

શિનોવા સોની નામની આ યુવતીનો દાવો છે કે રવિ કિશન અને પોતાની માતા અપર્ણા સોની વચ્ચેના સંબંધના કારણે પોતાનો જન્મ થયો છે. રવિ કિશન પોતાને પુત્રી માનવાનો કોઇપણ પ્રકારે ઇનકાર કરે કે આ તથ્ય અસ્વીકાર કરેે તેના પર કાયમી સ્વરૂપની મનાઇ ફરમાવવામાં આવે, તેવી માગણી શિનોવાએ અરજીમાં કરી છે.

આપણ વાંચો: ‘રવિ કિશનને ખરાબ લાગે તો… તમે સાચું કહો’, જ્યારે પીએમ મોદીએ કરી મજાક….

આ ઉપરાંત શિનોવાએ બોમ્બે હાઇ કોર્ટ રીટ પીટીશન પણ દાખલ કરી છે જેમાં પોતાના વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆર રદ કરવાની માગણી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં શિનોવાએ જાહેરમાં રવિ કિશન પોતાના પિતા હોવાની જાહેરાત કરી ત્યારબાદ શિનોવા અને અન્ય વિરુદ્ધ લખનઉમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

મલાડના દિંડોશી કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર શિનોવાના માતા અપર્ણા સોની પત્રકાર હોવાના કારણે રવિ કિશન ઉપરાંત અન્ય અનેક કલાકારોના સંપર્કમાં હતી. એ દરમિયાન અપર્ણા અને રવિ કિશન વચ્ચે સંબંધો વિકસ્યા અને 1991માં બંનેએ લગ્ન કર્યા હતા. જોકે, અંગત કારણોસર બંને એકસાથે રહેતા નહોતા. આ સંબંધના કારણે 19 ઓક્ટોબર 1998ના રોજ શિનોવાનો જન્મ થયો હતો. જોકે, ત્યારે રવિના પહેલાથી જ બીજા લગ્ન થયા હતા.

અપર્ણા અને રવિ બંનેએ સંમતિથી તેમની પુત્રી શિનોવા રવિને અંકલ કહીને બોલાવશે તેમ નક્કી થયું હતું, એમ અરજીમાં જણાવવામાં આવ્યું હતું. દિંડોશી કોર્ટ 25મી એપ્રિલે આ અંગે અરજી હાથ ધરશે જ્યારે રીટ પીટીશનની સુનાવણી બોમ્બે હાઇ કોર્ટ આવતા અઠવાડિયે હાથ ધરે તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button