મનોરંજન

અબજોપતિ ફિલ્મસ્ટાર્સની તિજોરીની ચાવી છે આ ગુજરાતી પાસેઃ જાણો કોણ છે અને શું કરે છે

મંબઈઃ બોલિવુડની કોઈ ફિલ્મ રિલીઝ થાય ત્યારે કઈ ફિલ્મોનો રાજા કોણ તેવી વાત થાય ત્યારે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી તે જોવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં અને કમાણીમાં કોણ રાજા છે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે સ્ટારડમ અને નેટવર્થનો વિચાર કરવામાં આવે છે. દર વર્ષે કલાકારો કરોડો કમાય છે. પરંતુ તેમના રૂપિયાની સંભાળ કોણ રાખે છે? સુપરસ્ટાર આમિર ખાન (Superstar Aamir Khan)ની વાત આવે છે, તેના રૂપિયાનું સંચાલન કોણ કરે છે? તે પોતે, તેના બાળકો કે પછી…? આ દરેક બાબતનો જવાબ આપતા આમિરે મહત્વની વાત જણાવી હતી.

તે મને એક ક્ષણમાં કંગાળ કરી શકે છેઃ આમિર ખાન

આમિર ખાને પોતાની રૂપિયાની જવાબદારી બિમલ પારેખ (Bimal Parekh)ને સોંપી છે. પરંતુ આ વ્યક્તિ છે કોણ? બિમલ પારેખ માટે આમિર ખાને કહ્યું હતું – તે મને એક ક્ષણમાં કંગાળ કરી શકે છે. આમિર ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન તેણે બિમલ પારેખ (CA Bimal Parekh)નો ઉલ્લેખ કર્યો છે. વધુમાં સુપરસ્ટારે કહ્યું કે, શરૂઆતથી જ તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર કામ પર રહ્યું છે. તેને ક્યારેય પૈસામાં કોઈ રસ નહોતો. તેના બધા પૈસા માટેની જવાબદારી બિમલ પારેખને આપેલી છે. મને ખબર નથી કે તે મારા પૈસાનું શું કરે છે. જો તે ઇચ્છે તો, તે તેને એક ક્ષણમાં કંગાળ કરી શકે છે.

બોલીવુડના પ્રિય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બિમલ પારેખ

બિમલ પારેખ બોલીવુડના પ્રિય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA – Chartered Accountant) અને નાણાકીય સલાહકાર પણ છે. તેઓ ફક્ત આમિર ખાન જ નહીં, તેઓ રણબીર કપૂર, કેટરિના કૈફ, જુહી ચાવલા અને કપિલ શર્માના પણ CA છે. તેમણે ઘણા પ્રોડક્શન હાઉસને નાણાકીય માર્ગદર્શન પણ આપ્યું છે. આમાં ફરહાન અખ્તર-રિતેશ સિધવાનીનું એક્સેલ એન્ટરટેઈનમેન્ટ, ઝોયા અખ્તર-રીમાનું ટાઇગર બેબી, ભણસાલી અને આશુતોષ ગોવારિકરનું પ્રોડક્શન હાઉસ પણ શામેલ છે.

આપણ વાંચો:  કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચે ગેરસમજણ કેમ દૂર થઈ?

પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયાઃ બિમલ પારેખ

બિમલ પારેખે ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા સાથે ખાસ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પોતાને શક્તિશાળી માનતા નથી. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો કારણ કે મારા પિતા પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. તમારી વાસ્તવિક શક્તિ તમે જેની સાથે કામ કરો છો તેમાંથી આવે છે. આ દરમિયાન બિમલ પારેખે કહ્યું કે ફિલ્મમાં કામ કરતા લોકો પૈસા ચૂકવતા નથી. પરંતુ આટલા વર્ષોમાં, એક પણ ક્લાયન્ટ ડિફોલ્ટ થયો નથી. બિમલે 80ના દશકમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફર્મ્સ (Chartered Accountancy Firms)ની શરૂઆત કરી હતી. જેમાં અનેક બોલિવુડ સ્ટારના એકાઉન્ટનું સંચાલન કરવામાં આવે છે. ક્રિયેટિવ લોકો વ્યવસાયમાં સારા નથી હોતા. તેથી તેઓ બિમલ પારેખ પાસે સલાહ લેવા માટે આવતા હોય છે. બિમલ પારેખ કંપની સેટઅપથી લઈને સ્ટુડિયો સાથે સોદો કરવો અને ફિલ્મ માટે કેટલી ફી લેવી જોઈએ તે દરેક બાબતમાં સ્ટાર્સને સલાહ આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button