મનોરંજન

Bigg Bossએ મારી જિંદગી ખરાબ કરી નાખી, કન્ટેસ્ટન્ટે કર્યો ચોંકાવનારો ખુલાસો…

સલમાન ખાનના રિયાલિટી ટીવી શો Bigg Bossની એક અલગ જ ફેન ફોલોઈંગ છે. લોકો આ રિયાલિટી ટીવી શોને ખૂબ જ પસંદ કરે છે કારણ કે આ શોમાં જ તેમને પોતાના ફેવરેટ સ્ટાર્સનો રિયલ ફેસ, પર્સનાલિટી વિશે જાણવા મળે છે. હવે Bigg Bossમાં જ ભાગ લઈ ચૂકેલી એક્સ કન્ટેસ્ટન્ટે આ શો વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને એવો આક્ષેપ પણ કર્યો છે કે આ શોને કારણે જ તેની જિંદગી બરબાદ થઈ ગઈ હતી અને તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. ચાલો, તમને જણાવીએ કોણ છે આ એક્ટ્રેસ…

આ કન્ટેસ્ટન્ટનું નામ છે પવિત્રા પુનિયા… પવિત્રા પુનિયા ટીવી ઈન્ડસ્ટ્રીનું એક ખૂબ જ જાણીતું નામ છે. આજે ભલે એક્ટ્રેસનું નામ ટોપની એક્ટ્રેસમાં ગણવામાં આવે છે, પણ એક સમય એવો પણ હતો કે જ્યારે એક્ટ્રેસે પોતાના કરિયરમાં ખાસ્સા એવા ચઢાવ-ઉતાર જોય છે. હાલમાં જ પવિત્રાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે બિગ બોસમાં ભાગ લીધા બાદ જ તેનું કરિયર બરબાદ થઈ ગયું હતું અને તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું.

પવિત્રાએ એવું પણ જણાવ્યું હતું કે તેણે બિગ બોસથી તેણે જેટલા પણ પૈસા કમાવ્યા હતા એ બધા ઘર ચલાવવામાં ખર્ચ થઈ ગયા હતા. પવિત્રાએ જણાવ્યું હતું કે બિગ બોસમાં ભાગ લીધા બાદ મને કામ મળવાનું બંધ થઈ ગયું હતું, જેટલા પણ પૈસા હતા એ બધા પૈસા ઘર ચલાવવામાં ખર્ચાઈ ગયા.

આગળ વધીને પવિત્રાએ જણાવ્યું હતું કે બિગ બોસે તેની જિંદગી ખરાબ કરી નાખી, તેના પિતાનું એક્સિડન્ટ થઈ ગયું અને એ એક વર્ષનો સમય ખૂબ જ અઘરો હતો, પણ એમાંથી આખરે ધીરેધીરે બહાર આવીને અને મને કામ મળવાનું શરૂ થયું અને આજે જે હું છું એ તમારી સામે છું…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button