મનોરંજન

‘બિગ બોસ’ ફેમ ઈશા માલવિયાનો રોમાન્ટિક સીન વાઈરલ, કોની સાથે થયો?

મુંબઈ: ‘બિગ બૉસ 17’ ફેમ ઈશા માલવિયા અને તેના એક્સ બોયફ્રેન્ડ અભિષેક કુમાર અને બોયફ્રેન્ડ સમર્થ જુરેલ સાથેના રિલેશનને લીધે ખૂબ જ ચર્ચામાં આવી હતી તેમ જ ‘બિગ બૉસ’ ઈશા, અભિષેક અને સમર્થ વચ્ચે થયેલા ઝઘડાને લીધે તેણે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. તાજેતરમાં ઈશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ટીવી અભિનેતા પાર્થ સમથાન સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

ટીવી એક્ટર પાર્થ સમથાન અને ઈશા એક મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કરવાના છે. પાર્થ અને ઈશાના આ મ્યુઝિક વીડિયોનું ‘બિહાઇન્ડ ધ સીન’નો વીડિયો લીક થયો હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ વીડિયોથી પાર્થ અને ઈશાની રોમાન્ટિક કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર આગ લાવી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાર્થ અને ઈશા બાલ્કનીમાં ઊભા રહીને હોટ ડાન્સ કરી રહ્યા છે. ઈશાના ભીના વાળ અને પિન્ક કલરના ટેન્ક ટૉપની સાથે પર્પલ શોર્ટ તેમ જ પાર્થે ગ્રે શોર્ટ અને વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા, જ્યારે પાર્થ અને ઈશાનો હોટ ડાન્સ લોકોને ખૂબ જ ગમ્યો છે.

‘બિગ બૉસ 17’માંથી નીકળ્યા બાદ ઈશા અનેક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે’. તો પાર્થ ‘કસૌટી ઝિંદગી કી’ શોમાં જોવા મળ્યો હતો. આ સાથે ઈશા અને પાર્થ અનેક ટીવી સિરિયલમાં કામ કરીને આગળ આવ્યા છે, જેથી હવે ઈશા અને પાર્થના નવા મ્યુઝિક વીડિયોની લોકો રાહ જોઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button