
સલમાન ખાનના શો ‘બિગ બોસ 19’નો પહેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ શો પણ આ વર્ષે ઓક્ટોબર પહેલા ટેલિકાસ્ટ થવાનો છે. એવા અહેવાલો છે કે આ વખતે બોલીવુડની અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ આ શોમાં ભાગ લેવા જઈ રહી છે, પરંતુ હવે અભિનેત્રીએ પોતે આ અહેવાલો પર એક પોસ્ટ શેર કરીને પોતાનું મૌન તોડ્યું છે.
જાણીએ મલ્લિકાએ શું કહ્યું. મલ્લિકા શેરાવતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું છે કે, ‘હું બધી અફવાઓને ફગાવી રહી છું… હું બિગ બોસ નથી કરી રહી અને ક્યારેય નહીં કરું. આભાર.’ અભિનેત્રીની આ પોસ્ટ હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. જેનાથી શોમાં તેની એન્ટ્રીની અફવાઓનો અંત આવ્યો છે. મલ્લિકાએ ઘણા વર્ષો પહેલા ભારતથી લોસ એન્જલસ શિફ્ટ થઈ ગઈ છે. જોકે, અભિનેત્રી ઘણીવાર કામ માટે અહીં આવે છે.
આ અભિનેત્રી છેલ્લે રાજકુમાર રાવની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં જોવા મળી હતી, જે વર્ષ 2024માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકા ચાહકોએ ખૂબ પસંદ આવી હતી.
આ ઉપરાંત, અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. અભિનેત્રી 48 વર્ષની ઉંમરે પણ અદ્ભુત ફિટનેસ જાળવી રાખે છે. ઘણી વખત તે બિકીનીમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેના ચાહકો પણ તેના ખૂબ વખાણ કરે છે.
સલમાન ખાનના બહુ ચર્ચિત શો ‘બિગ બોસ 19’ વિશે વાત કરીએ તો આ શો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી શોના પ્રીમિયરની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. આ વખતે શોમાં ઘણા રસપ્રદ સ્પર્ધકો પણ જોવા મળશે. દર વર્ષની જેમ, આ વખતે પણ સલમાન ખાન આ શોને હોસ્ટ કરવાનો છે.
આ પણ વાંચો…48 વર્ષીય મલ્લિકા શેરાવત કઈ રીતે રહે છે આટલી ફિટ? નેચરલ એનર્જી માટે કઈ ડ્રિંક લે છે…