'બિગ બોસ 19'માં મોટો ટ્વિસ્ટ: આગામી 'વીકેન્ડ કા વાર'માં નહીં દેખાય સલમાન ખાન, કોણ કરશે શોને હોસ્ટ? | મુંબઈ સમાચાર
મનોરંજન

‘બિગ બોસ 19’માં મોટો ટ્વિસ્ટ: આગામી ‘વીકેન્ડ કા વાર’માં નહીં દેખાય સલમાન ખાન, કોણ કરશે શોને હોસ્ટ?

Bigg Boss 19 Latest Update: 18 સીઝનની સફળતા બાદ બિગ બોસની 19મી સીઝન શરૂ થઈ ચૂકી છે. જેને બે અઠવાડિયા જેટલો સમય વિતી ગયો છે. હાલ ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. ત્યારે આ શોના હોસ્ટ સલમાન ખાનને લઈને મહત્ત્વની વાત સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી વીકેન્ડમાં સલમાન ખાન બિગ બોસ શોને હોસ્ટ કરશે નહીં.

સલમાન ખાનની જગ્યાએ કોણ હશે?

બિગ બોસમાં દર રવિવારે સલમાન ‘વીકેન્ડ કા વાર’ નામનો એપિસોડ કરે છે. આ એપિસોડમાં સમગ્ર અઠવાડિયા દરમિયાન શોમાં શું થયું, તેના વિશે ઘરમાં રહેતા લોકો સાથે વાત કરવામાં આવે છે. તેથી બિગ બોસ અને સલમાન ખાનના ફેન્સ આ એપિસોડની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. પરંતુ તેઓને આ અઠવાડિયે ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં સલમાન ખાન જોવા મળશે નહીં. ત્યારે સવાલ એ થાય કે, આ અઠવાડિયે ‘વીકેન્ડ કા વાર’ એપિસોડને કોણ હોસ્ટ કરશે?

જોકે, આ સવાલને લઈન સલમાન ખાને ગયા અઠવાડિયાના એપિસોડમાં એક હિન્ટ આપી હતી. સલમાન ખાને કહ્યું હતું કે, “આવતા અઠવાડિયે શોમાં બે-બે જોલી આવવાના છે.” સલમાન ખાનની આ વાતથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, આવતા અઠવાડિયે બિગ બોસમાં અક્ષય કુમાર અને અરશદ વારસી આવશે. સૂત્રોના અનુમાન મુજબ, તેઓ શોમાં માત્ર પોતાની આગામી ફિલ્મ ‘જોલી એલએલબી 3’ના પ્રમોશન માટે આવશે અને શોને હોસ્ટ પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 19 સીઝનમાં અત્યારસુધી 2 વાર નોમિનેશન થઈ ગયું છે. પરંતુ બંને વાર સ્પર્ધકો ઘરની બહાર જવાથી બચી ગયા છે. આ અઠવાડિયે આવેજ દરબાર, નગમા, નતાલિયા અને મૃદુલ તિવારીને નોમિનેટ કરવામાં આવ્યા છે. હવે જોવું રહ્યું કે, આગામી ‘વીકેન્ડ કા વાર’માં અક્ષય કુમાર અને અરસદ વારસી વોટિંગના આધારે કોને ઘરની બહાર મોકલશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button