મનોરંજન

પહેલા બે દિવસ લક્ષ્મી બૉમ્બ, પણ પછી લવિંગિયા સાબિત થઈ બે બિગ બજેટ ફિલ્મો

દિવાળીના દિવસે જ એટલે કે પહેલી નવેમ્બરે બે બિગ બજેટ ફિલ્મો રિલિઝ થઈ હતી. બન્ને સફળ બે ફિલ્મની ત્રીજી સિરિઝ હતી. એક અનીઝ બઝમીની ભુલ ભુલૈયા અને બીજી રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈન એક જ દિવસે રિલિઝ થઈ અને તહેવારો અને વેકેશનો ફાયદો મળશે તેવી આશાએ બેઠી હતી.

આશા સાવ ઠગાની તો ન નીકળી કારણ કે બન્ને ફિલ્મોએ પહેલા બે દિવસ સારી કમાણી કરી, પરંતુ રવિવારે રજા હોવા છતાં ફિલ્મો બોક્સ ઓફિસ પર નબળી સાબિત થઈ હોવાના અહેવાલો મળ્યા છે.

આપણ વાંચો: ફટા પોસ્ટર, નિકલા… : આર્ટ ફિલ્મોના અઘરા ‘પ્રેક્ષક-પંડિતો’!

સિંઘમ અગેઈનની વાત કરીએ તો શુક્રવારે રૂ. 43 કરોડ અને શનિવારે 42 કરોડની કમાણી કર્યા બાદ રવિવારે ધીમી પડી ગઈ. રવિવારે ફિલ્મે રૂ. 35 કરોડની જ કમાણી કરી હતી. સિંઘમની સ્ટાર કાસ્ટ જોતા ફિલ્મનો અત્યાર સુધીનો રૂ. 121 કરોડનો બિઝનેસ ઓછો હોવાનું ફિલ્મી પંડિતો કહે છે.

તો બીજી બાજુ કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની કોમેડી હોરર ભુલ ભુલૈયા-3 પહેલા દિવસે રૂ. 35 કરોડ અને બીજા અને ત્રીજા દિવસે અનુક્રમે 37 અને 33 કરોડ કમાણી કરી શકી છે. કુલ 106 કરોડની કમાણી ફિલ્મએ નોંધાવી છે. વિદ્યા અને કાર્તિક માટે આ ઘણી સારી કમાણી સાબિત થઈ છે,

જોકે બન્ન ફિલ્મો રવિવારથી જ નબળી પડી જતા અને જોઈએ તેવું ઑપનિંગ ન મળતા બૉક્સ ઓફિસ પર કેટલી ટકશે અને કેટલી કમાણી કરશે તે હજુ કહેવું મુશ્કેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button