ભોજપુરી સ્ટાર પવન સિંહે કર્યા ત્રીજા લગ્ન? જન્મદિવસના વાયરલ વીડિયોએ મચાવી ધૂમ…

મુંબઈ: ભોજપુરી સિનેમાના ‘પાવર સ્ટાર’ તરીકે ઓળખાતા પવન સિંહ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાના અંગત જીવનમાં અનેક ઉતાર-ચઢાવ અને વિવાદો ચાલતા હોવા છતાં, સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમને ઉમળકાભેર વધાવી રહ્યા છે. આ ખાસ અવસરે તેમની પત્ની જ્યોતિ સિંહે પણ તેમને શુભેચ્છા પાઠવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, આ સેલિબ્રેશનના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને જન્મ આપ્યો છે, જેમાં પવન સિંહ કોઈ ખાસ મહિલા સાથે જોવા મળી રહ્યા છે.
જ્યોતિ સિંહે ઇન્સ્ટાગ્રામ પર પવન સિંહના કેક કટિંગનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં પવન સિંહ પોતાના મિત્રો અને ચાહકો સાથે મસ્ત અંદાજમાં જોવા મળે છે. વીડિયોમાં પવન સિંહની બાજુમાં ઉભેલી એક મહિલાએ સેંથામાં સિંદૂર લગાવેલું છે અને પવન સિંહ તેનો હાથ પકડીને કેક કાપી રહ્યા છે. એટલું જ નહીં, પવન સિંહ તે મહિલાની આંગળી પર લાગેલી કેક ચાટતા પણ જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને ચાહકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે શું સુપરસ્ટારે ગુપ્ત રીતે ત્રીજી વખત લગ્ન કરી લીધા છે?
વાયરલ વીડિયોમાં પવન સિંહ થોડા લથડતા પણ જોવા મળે છે અને તેમની બાજુમાં ઉભેલી મહિલા તેમને વારંવાર સંભાળતી દેખાય છે. આ જોઈને એક ફેને કમેન્ટમાં લખ્યું, “લાગે છે પવન ભાઈએ ત્રીજી વાર લગ્ન કરી લીધા છે.” જ્યારે અન્ય એક ચાહકે પૂછ્યું, “શું પવન ભાઈએ ફરી લગ્ન કરી લીધા?” આ વીડિયોએ પવન સિંહના અંગત જીવન પ્રત્યે લોકોની ઉત્સુકતા વધારી દીધી છે, કારણ કે તેમની અને જ્યોતિ સિંહ વચ્ચેના સંબંધોમાં પહેલાથી જ તીરાડો હોવાના અહેવાલો હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વીડિયોમાં પવન સિંહની સાથે જોવા મળતી મહિલા અન્ય કોઈ નહીં પણ અભિનેત્રી મહિમા સિંહ છે. હકીકતમાં મહિમા સિંહ અત્યારે પવન સિંહ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ સિવાય, આજે જ પવન સિંહ અને મહિમા સિંહનું નવું ગીત ‘બની લાઈકા’ પણ રિલીઝ થયું છે, તેથી એવું માનવામાં આવે છે કે આ વીડિયો કોઈ શૂટિંગ દરમિયાનનો અથવા ફિલ્મના પ્રમોશન સાથે જોડાયેલો હોઈ શકે છે, જેણે સોશિયલ મીડિયા પર ગેરસમજ ઊભી કરી છે.
આ પણ વાંચો…પવન સિંહની હરકતોથી દુઃખી થઈને અભિનેત્રી અંજલી રાઘવે લીધો ચોંકાવનારો નિર્ણય: ભોજપુરી સિનેમા છોડશે



