55 વર્ષની આ એક્ટ્રેસે જણાવ્યો સદાય જુવાન રહેવાનો નુસખો, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
દરેક મહિલાની અંદરખાને એવી ઈચ્છા તો હોય જ છે કે તે હંમેશા જુવાન દેખાય, પરંતુ ઘણી વખત આવું થતું નથી. આજે અમે અહીં તમને બોલીવૂડની 55 વર્ષની એક એવી એક્ટ્રેસની એવરગ્રીન યંગ રહેવાની સિક્રેટ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ આપણી મૈંને પ્યાર કિયાની સુમન એટલે ભાગ્યશ્રી છે. ભાગ્યશ્રી 55 વર્ષે પણ એકદમ સુપરડુપર ફિટ દેખાય છે. ભાગ્યશ્રીએ જ હેલ્થ અને ફિટનેસને લઈને કેટલીક સ્પેશિયલ ટિપ્સ આપી છે, જેના વિશે આપણે વાત કરીશું-
ભાગ્યશ્રી હેલ્થ અને ફિટનેસને લઈને ખૂબ જ જરૂરી છે અને તે દર થોડા સમયે પોતાના ફેન્સને ફિટનેસ ટિપ્સ અને ટ્રિક્સ આપતી રહે છે. હેલ્ધી ઈટિંગ, એન્ટિ એજિંગથી લઈને વર્કઆઉટ અને સ્કીન કેયર રૂટિન સુધી પોતાના ફેન્સને ઈન્સ્પાયર કરવાનો એક મોકો નથી છોડતી. ભાગ્યશ્રીની ફિટનેસ અને એજલેસ બ્યુટી જોઈને કોઈને પણ વિશ્વાસ ના થાય કે તે 55 વર્ષની છે.
આપણ વાંચો: Amarnath Yatra માટે Ahmedabad માંથી 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા
ભાગ્યશ્રીની આ હેલ્થી અને એજલેસ બ્યુટીનું કારણ છે તેના દ્વારા સેવન કરવામાં આવતા સુપરફૂડ્સ. ભાગ્યશ્રી હંમેશા જ હેલ્ધી ફૂડ્સનું સેવન કરે છે. ન્યુ યર પર ભાગ્યશ્રીઓ પોતાની ઈન્સ્ટાગ્રામ સિરીઝ ટ્યુઝડે ટિપ્સ વિથ બીમાં સરળ પણ ખૂબ જ અસરદાર ટિપ્સ આપી છે. આ ટિપ્સ નવા વર્ષમાં કમને વધારે મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
ભાગ્યશ્રીએ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે વર્ષ પૂરું થતાં તમારે તમારા શરીર અને તેની જરૂરિયાતને સમજવાનો સંકલ્પ કરવો જોઈએ. આ વીડિયોમાં તે એ વાત પર ભાર મૂકી રહી છે કે આપણા શરૂરની વાતક સમજવી કેટલી જરૂરી છે, કારણ કે જ્યારે પણ કોઈ ગડબડ હોય તો તે આપણને શારીરિક કે ઈમોશનલ સંકેત આપે છે.
તેણે પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે મેગ્નેશિયમની કમી માટે આપણા આહારમાં બદામ, સુરજમુખીના બીજ અને પાલકનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય વિટામીન બીની કમીને દૂર કરવા માટે રાજમા, છોલે કે મગફળીનો તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ.
આપણ વાંચો: નિવૃત્તિ પછી સન્માનપૂર્વક અને આનંદથી કેવી રીતે જીવવું?
આ ઉપરાંત જો વારંવાર તમારા નખ વગેરે તૂટી જતા હોય તો તમારામાં આયરનની કમી છે અને આ માટે તમારે પાલક, બીટ કે ગુડનું સેવન કરવું જોઈએ. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે મસલ્સ બરાબર કામ કરે એ માટે પોટેશિયમ ખૂબ જ જરૂરી છે.
પોટેશિયમની કમી પૂરી કરવા માટે ડાયેટમાં કેળા, નારિયલ પાણી અને બટેટાનું હેલ્ધી રીતે સેવન કરવું જોઈએ.
ભાગ્યશ્રીએ જે ફૂડ્સ વિશે વાત કરી છે એનું સેવન નોર્મલ લાઈફમાં કરી શકાય છે, કારણ કે એનાથી તકમને ફાયદો જ થવાનો છે. આ તમામ વસ્તુઓ મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર છે.