મનોરંજન

‘ભાભીજી ઘર પર હૈં’ને મોટો ફટકો: 10 વર્ષ પછી શુભાંગી અત્રેએ છોડ્યો શો, કોણ આવશે?

મુંબઈ: ટીવીના લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હૈં’ને લઈને મોટી અપડેટ સામે આવી છે. આ અપડેટ ‘અંગુરી ભાભી’ના કેટલાક ચાહકો માટે સારા તથા કેટલાક ચાહકો માટે નિરાશાજનક સમાચાર લઈને આવી છે. છેલ્લા 10 વર્ષથી ‘અંગુરી ભાભી’નું પાત્ર ભજવતી અભિનેત્રી શુભાંગી અત્રેએ શોને અલવિદા કહી દીધું છે. શુભાંગી અત્રેને આ શો કેમ છોડવો પડ્યો, આવો તેનું કારણ જાણીએ.

મારી સફર અહીં જ પૂરી થાય છે

શુભાંગી અત્રેએ ગયા અઠવાડિયે શોનો તેનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. જેથી તે શો છોડશે એવું કન્ફર્મ થયું હતું ત્યાર બાદ મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા શુભાંગી અત્રેએ ‘ભાભીજી ઘર પર હૈં’ની પોતાની સફર વિશે વાતચીત કરી હતી.

આ પણ વાચો : ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના લેખકનું નિધન થયું, પૈતૃક ગામમાં અંતિમસંસ્કાર થશે…

શુભાંગી અત્રેએ જણાવ્યું હતું કે, “મેં હંમેશાં નિર્માતાને કહ્યું હતું કે શોમાં મારી સફર આનબાન અને શાનથી શરૂ થશે. અને આ રીતે મારી સફર અહીં જ સમાપ્ત થાય છે. હું આનાથી સારી રીતે શોમાંથી બહાર નીકળવાની કલ્પના પણ કરી શકતી ન હતી. મને રિપ્લેસ કેમ કરવામાં આવી રહીં છે? તેનું કારણ જાણવાનો કોઈ અર્થ નથી. હું તેને આશીર્વાદ તરીકે માનું છું કારણ કે હું એક કલાકાર છું. હું નવા રોલ શોધવા ઈચ્છું છું. જીવનમાં ઘણું બધું જોયા પછી, હું ફાઇટર મોડમાં છું. હાલ હું મારા કામ અને દીકરી પર ધ્યાન આપી રહીં છું.”

શુભાંગીએ કહ્યું કે, મારા માટે શો છોડવો એ ઘર છોડવા જેવું છે, કારણ કે ‘અંગૂરી ભાભી’નું પાત્ર મારા જીવનનો એક ભાગ બની ગયું છે. હું 2016થી શોનો ભાગ રહીં છું. આ શો દ્વારા મને જે કઈ મળ્યું તેના માટે હું આભારી છું. ‘અંગુરી ભાભી’ના પાત્રને રિપ્લેસ કરવું સરળ રહેશે નહીં. લોકોએ જે રીતે ‘અંગુરી ભાભી’ના પાત્રમાં મને સ્વીકારી છે, તે બદલ હું દર્શકોની આભારી છું.

આ પણ વાચો : કપાળ પર લાલ ચાંદલો, સેંથામાં લાલ સિંદૂર, અંબાડોમાં ગજરો નીતા અંબાણીનો આ લૂક જોશો તો…

શિલ્પા શિંદેની શોમાં થશે એન્ટ્રી

ઉલ્લેખનીય છે કે, ‘ભાભીજી ઘર પર હૈં’ના નિર્માતાઓએ અસલ ‘અંગૂરી ભાભી’ શિલ્પા શિંદેને પાછા લાવવાનો નિર્ણય લીધો છે, તેથી શુભાંગી અત્રેને શોમાંથી વિદાય આપવામાં આવી છે, એવું સૂત્રો અનુમાન લગાવી રહ્યા છે. અગાઉ પણ શિલ્પા શિંદેએ ‘ચિડિયા ઘર’ શો છોડ્યો હતો. ત્યારે શુભાંગી અત્રેએ શોમાં તેની જગ્યા લીધી હતી. આમ તે બે વખત શિલ્પા શિંદેનું રિપ્લેસમેન્ટ બની ચૂકી છે.

રિપ્લેસમેન્ટ ગેમ અંગે શુભાંગી અત્રેએ જણાવ્યું હતું કે, “હું હવે આ રિ-પ્લેસમેન્ટ ગેમનો અંત લાવી રહી છું. એવું લાગ્યું કે શિલ્પાએ મને એક નવજાત બાળક સોંપી દીધું હતું. હવે તે બાળક મોટું થઈ ગયું છે અને 10 વર્ષનું થઈ ગયું છે. હું તેને પાછું આપી રહી છું. મેં તેને મારી બધા મૂલ્યો અને સંસ્કારો આપ્યા છે. હું તેને હૃદયપૂર્વક સોંપી રહી છું. હું શિલ્પા શિંદે અને આખી ટીમને શોના 2.0 વર્ઝન માટે શુભેચ્છાઓ પાઠવું છું.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button