જરા સંભલકેઃ બ્લેક ટ્રેડિશનલ વેરમાં બ્યુટીફુલ લાગતી કરિશ્મા પડતા પડતા બચી, જૂઓ વીડિયો
બોલિવૂડ સ્ટાર્સ તેમની સ્ટાઇલ, આકર્ષક ડ્રેસીંગ સેન્સ અને લુક્સના કારણે ચર્ચામાં રહેતા હોય છે. કેટલાક સ્ટાર્સ પશ્ચિમી પોશાકમાં તેમનો ચાર્મ બતાવે છે તો કેટલાક કલાકાર તેમના દેશી લુકથી બીજાને માત આપે છે. બોલિવૂડના સૌથી મોટા કપૂર પરિવારની દીકરી કરિશ્મા અને કરીના કપૂરની સ્ટાઇલની પણ ચારેકોર ચર્ચા થતી હોય છે. આ બંને બહેનો પોતાની
ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે.
હાલમાં જ કરીના કપૂર અને કરિશ્મા કપૂરની સ્ટાઇલે બધાને માત આપી હતી. હાલમાં જ બંને બહેનો અલેખા અડવાણી સાથે તેમના ભાઈ આધાર જૈનની રોકા સેરેમનીમાં ભાગ લેવા પહોંચી હતી. તે સમયે બંને બહેનો ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આપણ વાંચો: ઝહીર ઇકબાલે કર્યો કરિશ્મા કપૂર સાથે ધમાકેદાર ડાન્સ તો સોનાક્ષી સિંહા….
કરીના કપૂરે તેના ભાઈના રોકા માટે વાદળી રંગની જ્યોર્જેટ સાડી પસંદ કરી હતી. અનિતા ડોંગરેની આ ડિઝાઈનર સાડી પર અરવિયા પ્રિન્ટ હતી અને ગોલ્ડન એમ્બ્રોઈડરીવાળી બોર્ડર હતી. તેણે મિનિમલ મેકઅપ, ચોકર સેટ, બ્રેસલેટ, હીરાની વીંટી અને ખુલ્લા વાળ સાથે લુક કંપ્લીટ કર્યો હતો.
કરિશ્મા ભાઇના ફંક્શનમાં ટ્રેડિશનલ અનારકલી સૂટ પહેરીને પહોંચી હતી. જેવી તે કારમાંથી ઉતરી રહી હતી, ત્યારે તેને કંઇક ઠોકર વાગી ઇને તે પડતા પડતા બચી હતી. એવા સમયે તેણે પોતાની જાતને સંભાળી અને પોતાની સ્ટાઇલથી લોકોના દિલ જીતી લીધા હતા. એનો દેશી લુક ખૂબ જ સુંદર લાગતો હતો.
પ્રિન્ટેડ સૂટ પર ગોલ્ડન બોર્ડર અને મેચીંગ દુપટ્ટામા કરિશ્માનો કરિશ્મા ખરેખર જોવા જેવો હતો. તેણે પણ મિનિમમ મેકઅપ,પગમાં બ્લેક ગોલ્ડન મોજડી અને ખુલ્લા વાળ સાથે લુક કંપ્લીટ કર્યો હતો. દેશી લુક કંપ્લીટકરવા તેણે કાળી બિંદી પણ કપાળે લગાવી હતી.
આપણ વાંચો: તો શું હવે કરિશ્મા કપૂરની દીકરી પણ કરશે બોલીવૂડમાં પર્દાપણ