મનોરંજન

Allu Arjunને Pushparaj બનાવવામાં આટલા લોકોની છે કલાકોની મહેનત, જોઈ લો વીડિયો…

હાલમાં બોક્સ ઓફિસ પર એક જ ફિલ્મનું રાજ જોવા મળી રહ્યું છે અને આ ફિલ્મ એટલે સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પારાજ. આ ફિલ્મ પાંચમી ડિસેમ્બરના રિલીઝ થઈ હતી અને ત્યારથી જ તે બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. બોક્સ ઓફિસ અને ફેન્સ પર પુષ્પાનો જાદુ છવાયેલો જોવા મળી રહ્યો છે.

પુષ્પાના ચાલવાથી લઈને વાત કરવા અને ફાઈટિંગ અંદાજે લોકોને ઘાયલ કર્યા. પરંતુ શું તમને ખબર છે અલ્લુ અર્જુનના આ પુષ્પા લૂક માટે અડધો ડઝનથી વધુ લોકો કલાકો સુધી મહેનત કરતાં હતા? આ વાતનો ખુલાસો એક વાઈરલ વીડિયોમાં થયો છે. ચાલો તમને જણાવીએ આ પાછળની સ્ટોરી-

ફિલ્મ પુષ્પા-ટુના સેટ પરથી એક બિહાઈન્ડ ધ સીન વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનેક લોકો અલ્લુ અર્જુનનો મેકઅપ કરીને તેને પુષ્પાનો લૂક આપતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં છ થી વધુ લોકો કલાકો સુધી અર્જુનનો મેકઅપ કરતાં જોવા મળી રહ્યા છે અને ત્યાર બાદ તેનો લૂક કમ્પલિટ થતો જોવા મળી રહ્યો છે.

આપણ વાંચો: Pushpa-2ને પાછળ મૂકીને Mufasa: The Lion Kingએ બોક્સ ઓફિસ પર કર્યું Dangal…

અલ્લુ અર્જુનના આ કેરેક્ટરની દિવાનગી દર્શકો પર જોવા મળી રહી છે. પુષ્પા-ટુ આ વર્ષની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ રહી છે. એટલું જ નહીં પણ આ ફિલ્મ ઈન્ડિયન ફિલ્મની સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ચૂકી છે.

પુષ્પા-ટુ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર કલેક્શનના મામલામાં ઈતિહાસ રચી દીધા છે. આ ફિલ્મમાં અત્યાર સુધી વર્લ્ડવાઈડ 1685 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મને લઈને લોકોમાં એક અલગ જ પ્રકારની દિવાનગી જોવા મળી રહી છે. ફિલ્મે એકલા ભારતમાં જ 1189 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

હવે દર્શકો આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થાય છે એની રાહ જોઈ રહ્યા છે. પુષ્પા સિરીઝનો ત્રીજો પાર્ટ પણ જોવા મળી શકે છે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે, જોકે આ બાબતે રિલીઝને લઈને કોઈ ચોક્કસ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ ફિલ્મના અંતમાં ત્રીજી પાર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button