મનોરંજન

બાબુ ભૈયા હેરા ફેરી 3માં આવવા માટે તૈયાર! ખુદ પરેશ રાવલે કરી જાહેરાત

મુંબઈઃ હેરા ફેરી 3 (Hera Pheri 3) ફિલ્મમાં પરેશ રાવલ (Paresh Rawal) જોવા મળશે કે કેમ તેના પર હવે ખુદ પરેશ રાવલે ખુલાસો કર્યો છે. અભિનેતા પરેશ રાવલે કહ્યું તે આ ફિલ્મમાં કામ કરવાનો જ છે. હિમાંશુ મહેતા (Himanshu Mehta podcast) સાથે એક પોડકાસ્ટ શોમાં વાત કરતી વખતે પરેશ રાવલે હેરા ફેરી 3 મામલે મેકર્સ સાથે ચાલતા વિવાદ અંગે વાત કરી છે. પરેશ રાવલે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પ્રિયદર્શનની પણ પ્રશંસા કરી હતી. જેથી હવે મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે હેરા ફેરી 3 (Hera Pheri 3 controversy) મુદ્દે ચાલી રહેલા વિવાદનો અંત આવી ગયો છે.

હેરા ફેરી 3 મામલે મેકર્સ સાથે ચાલતા વિવાદનો આવ્યો અંત

જ્યારે પરેશે હેરા ફેરી 3 ને લગતા વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આવો કોઈ વિવાદ હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું, ‘કોઈ વિવાદ નથી. મારું માનવું છે કે જ્યારે લોકોને કોઈ વસ્તુ ખૂબ ગમે છે, ત્યારે તમારે વધુ કાળજી લેવી જોઈએ. તે પ્રેક્ષકો પ્રત્યેની આપણી જવાબદારી છે. પ્રેક્ષકોએ તમારી ખૂબ પ્રશંસા કરી છે. તમે વસ્તુઓને હળવાશથી ન લઈ શકો. તેમને તમારો હક આપો. તેથી હું માનતો હતો કે બધાએ સાથે આવવું જોઈએ, સખત મહેનત કરવી જોઈએ. બીજું કંઈ નહીં. હવે બધું બરાબર છે’.

હેરા ફેરીની ત્રિપુટી બે દાયકાથી વધુ સમયથી ચાહકોના પ્રિય પાત્રો

હેરા ફેરીની ત્રિપુટી એટલે રાજુ (અક્ષય કુમાર), શ્યામ (સુનીલ શેટ્ટી) અને બાબુરાવ ગણપતરાવ આપ્ટે, ​​ઉર્ફે બાબુ ભૈયા (પરેશ રાવલ) બે દાયકાથી વધુ સમયથી વિશ્વભરના ચાહકોમાં પ્રિય પાત્રો છે. આ વર્ષની શરૂઆતમાં પરેશના આગામી ફિલ્મમાં નહીં જોવા મળે તેવી અફવાઓ ફેલાઈ હતી. અચાનક બહાર નીકળવાના સમાચારથી ચાહકો નિરાશ થઈ ગયા હતા. પરંતુ હવે પરેશ રાવલે કન્ફોર્મ કર્યું છે કે, હેરા ફેરીના ત્રીજા ભાગમાં તેઓ કામ કરવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેરા ફેરી 3ને લગતી તમામ અફવાઓનો હવે અંત આવી ગયો છ. હેરા ફેરી 3 માં પરેશ રાવલ બાબુ ભૈયાના રોલમાં જોવા મળશે. જેથી ચાહકોમાં ઉત્સાહ છે.

હેરા ફેરીની ફ્રેન્ચાઈઝી લોકોને ખૂબ જ પસંદ આવેલી છે. અત્યારે પણ લોકો હેરા ફેરી 3ની રાહ જોઈને બેઠા છે. આ ફિલ્મ કોમેડીની દુનિયામાં સારી નામના ધરાવે છે. અક્ષય કુમાર, સુનિલ સેટ્ટી અને પરેશ રાવલે આ ફિલ્મ થતી લોકોને હ્રદયમાં આગવું સ્થાન લઈ લીધું છે. ખરી રીતે જોવા જઈ તો દર્શકોને ફેરા ફેરી બાદ કોઈ ખાસ કોમેડી ફિલ્મ થિયેટરમાં જોવા મળી જ નથી.

આ પણ વાંચો…પરેશ રાવલે હેરા ફેરી 3 છોડતા અક્ષય કુમારને દુઃખ થયું; પ્રિયદર્શને કર્યા ખુલાસા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button