જેઠાલાલને ફરી બાલકનીમાં જોવા મળશે બબીતા! અફવાઓ વચ્ચે મુનમુને તોડ્યું મૌન

મુંબઈ: લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નવા હોરર ટ્રેકને લઈને ચર્ચામાં છે, જ્યારે આ શો જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રીને લઈ વધુ ચર્ચામાં રહે છે. જેઠાલાલ અને બબીતાજીની ક્યુટ કન્વર્ઝેશન દર્શકોને વધું જોવી ગમે છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી બબીતાજી ઉર્ફે મુનમુન દત્તાની ગેરહાજરીએ લોકોને ધ્યાન ખેચ્યું છે. શોમાં બબીતા અય્યરનું પાત્ર ભજવતી મુનમુનની ગેરહાજરીથી ચાહકોમાં એવી અટકળો શરૂ થઈ કે તેણે શો છોડી દીધો છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેમની વાપસીની માગણી કરી રહ્યા હતા, જ્યારે શો છોડવાના રૂમર્સ પર મુનમુને મૌન તોડ્યું છે.
મુનમુન દત્તાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને શો ન છોડ્યા હોવાના સંકેત આપ્યા છે. વીડિયોમાં તેઓ બ્લેક એન્ડ વ્હાઇટ જમ્પસૂટમાં સેટ પર બબીતા અને અય્યરના ઘરમાં શૂટિંગ કરતા દેખાય છે. આ પોસ્ટની કેપ્શનમાં તેણે લખ્યું, “અફવાઓ હંમેશા સાચી નથી હોતી,” મુનમુનનું આ કેપ્સન સ્પષ્ટ કરે છે કે તેણે શો છોડ્યો નથી અને ટૂંક સમયમાં દર્શકોને બબીતા જી તરીકે જોવા મળશે.
મુનમુનનો આ વીડિયોના સોશિયલ મીડિયા પર આવતાં ઘણા ચાહકોએ તેમની વાપસીની ખુશી વ્યક્ત કરી અને શોમાં બબીતા જીના પાત્રની લોકપ્રિયતાને યાદ કરી. આ અફવાઓએ શોની લોકપ્રિયતા અને મુનમુનના પાત્રની ચાહનાને વધુ ઉજાગર કરી છે. ચાહકો હવે તેમની ઓન-સ્ક્રીન હાજરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
હાલમાં ગોકુલધામ સોસાયટીના ઘણા લોકો એક જૂના બંગલામાં પિકનિક માટે ગયા છે, જ્યાં ભૂતનીની હોવાની વાત સામે આવી છે. શોમાં આત્મારામને ભૂત ડરાવતી જોવા મળી જ્યારે સાથે કપડાં પણ ધોવડાવ્યા. ઉલ્લેખનીય છે કે હાલના ટ્રેકમા જેઠાલાલ, ડૉ. હાથી, કોમલ હાથી, બબીતા જી અને અય્યર ગેરહાજર જોવા મળ્યા છે.
આ પણ વાંચો….TMKOCમાં દયા બાદ આ ખાસ કેરેક્ટર પણ જેઠાલાલને છોડીને જશે? Salman Khan છે કારણ…