નાની ઉંમરે પ્રેમ, બ્રેક અપ, લગ્ન, પૈસાના ફાંફાં, આવી કંઈક છે બર્થ ડે બૉયની લવસ્ટોરી
આજના સમયમાં હીરો બનવું સહેલું અને અઘરું બન્ને છે. એવી ફિલ્મો પણ બને છે જેમાં ચોકલેટી કે હીમેન જેવા હીરો હોય છે અને તેના જોરે ફિલ્મ ચાલી જાય છે. જ્યારે બીજી તરફ એવી ફિલ્મો છે જેમાં વાર્તા જ હીરો છે અને તેને ન્યાય આપવા એવા કલાકારો જોઈએ છે જે જેતે પાત્રોમાં ફીટ બેસતા હોય.
આજનો બર્થ ડે બૉય આમ તો હેન્ડસમ છે, પણ આ કેટેગરીમાં આવે છે અથવા તો એ આવી જ કેટેગરીની ફિલ્મો કરે છે. ફિલ્મ વિકી ડૉનરથી જાણીતા થયેલા આયુષ્યમાન ખુરાનાનો આજે 41મો જન્મ દિવસ છે. આયુષ્યમાન સારા અભિનેતા હોવાની સાથે સાથે સારો ગાયક છે અને તેનું પોતાનું બેન્ડ પણ છે.
પંજાબમાં જન્મેલા આયુષ્યમાનને પહેલેથી જ અભિનય-સંગીત તરફ લગાવ હતો અને સ્કૂલ અને કૉલેજમાં ઘણા નાટકો કરી તે અહીં સુધી પહોંચ્યો છે. તેની હીટ અને ફલૉપ ફિલ્મોની યાદી લગભગ એક સરખી છે, પણ તેની ફિલ્મો ખૂબ જ સારા વિષયો પર બની હોય છે અને આયુષ્યમાન પોતાના પાત્રને ન્યાય આપવામાં ચૂકતો નથી.
આપણ વાંચો: આયુષ્માન ‘જોખમી’ ખુરાના
આ આયુષ્યમાનને પોતાના પાત્રોની જેમ પોતાના પ્રેમને પણ ન્યાય આપ્યો છે અને સ્કૂલટાઈમની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી સુખી જીવન વિતાવી રહ્યો છે. જોકે બન્નેની લવસ્ટોરી ઈન્ટરેસ્ટિંગ છે. એક ઈન્ટરવ્યુમાં આયુષ્યમાને જણાવ્યું હતું કે તે તાહીરાને 12 બૉર્ડની એક્ઝામ સમયે મળ્યો હતો.
ત્યારથી તેમનો પ્રેમ થયો, પણ પછી આયુષ્યમાને જ્યારે રોડીઝનો શૉ જીત્યો ત્યારે તેને અભિમાન આવી ગયું ને તેણે તાહિરા સાથે બ્રેક અપ કરી નાખ્યું. જોકે છ મહિનામાં જ તેને ખબર પડી ગઈ કે તે તાહિરા વિના નહી રહી શકે અને બન્નેનું ફરી પેચ અપ થઈ ગયું.
બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે આયુષ્યમાન પાસે કામ ન હતું અને તેના બેન્ક અકાઉન્ટમાં માત્ર રૂ. 10,000 હતા, પણ ધીમે ધીમે બન્નએ અહીં સુધી પહોંચ્યા. તાહિરા પણ આ જ ક્ષેત્રમાં છે. તાજેતરમા તેની ઓટીટી ફિલ્મ શર્માજીકી બેટિયા લોકોને ગમી હતી. બન્નેને એક દીકરો છે.
આયુષ્યમાન બધાઈ હો, અંધાધૂન, બરેલી કી બરફી, આર્ટિકલ 15, ડ્રીમ ગર્લ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.
આયુષ્યમાનને જન્મદિવસની શુભકામનાઓ.