અચ્છા તો આ કારણસર આયુષમાન ખુરાનાએ ‘દિલ દિલ પાકિસ્તાન’ ગીત ગાયું હતું

મુંબઈ: બૉલીવૂડમાં સામાજિક વિષયો પર ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત ઍક્ટર આયુષમાન ખુરાના હવે વિવાદમાં ફસાયો છે. તાજેતરમાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થયોલો આયુષમાન ખુરાના ‘દિલ દિલ પાકિસ્તાન’ ગીત ગાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.
આયુષમાનના આ વીડિયોને લઈને ભારતના લોકોએ તેના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. આયુષમાનને લઈને એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે હવે તે રામ મંદિરને જોઈને દુખી થઈ ગયો છે, એટલે પાકિસ્તાન પર પ્રેમ વરસાવી રહ્યો છે. જોકે વાઇરલ થઈ રહેલા વીડિયોમાં કહેવામાં આવેલી વાત પાછળનું રહસ્ય કઈ જુદું જ છે. તો જાણીએ કે આયુષમાન ખુરાનાનું ‘દિલ દિલ પાકિસ્તાન’ ગીત ગાવાનું ખરું કારણ.
યુષમાનની વાઇરલ થઈ રહેલી એક નાનકડી કિલ્પનો આખો વીડિયો 20 નવેમ્બરે 2017એ એક યુટ્યુબ ચૅનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને આયુષમાન ખુરાના દુબઈમાં પોતાના પંજાબી સિંગિંગથી એશિયાના દેશોને ટ્રીબ્યુટ આપી રહ્યો છે’ એવું ટાઇટલ આપવામાં આવ્યું હતું. આ વીડિયોમાં આયુષમાન ભારતના પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના લોકોને ટ્રીબ્યુટ આવા માટે ગીત ગાતા જોવા મળી રહ્યો છે. આ કોન્સર્ટ દરમિયાન આયુષમાનનો ભાઈ અપારશક્તિ ખુરાના પણ તેની સાથે ‘દિલ દિલ પાકિસ્તાન’ અને ‘ચક દે ઈન્ડિયા’આ ગીત પર પફોર્મ કર્યું હતું.
દુબઈમાં યોજાયેલા આ ઈવેન્ટના વીડિયોમાં ખુરાના બ્રધર્સ (આયુષમાન અને અપારશક્તિ) બૉલીવૂડના ગીત ગાતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બંનેએ ભારતના રાજ્યોના નામ લઈને ગીતો ગાયા હતા અને તે પછી આયુષમાને કહ્યું આ ગીત પાકિસ્તાનના મિત્રો માટે અને ત્યારબાદ આયુષમાને ‘દિલ દિલ પાકિસ્તાન’ ગીત ગાયું હતું. યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં આયુષમાન આગળ ભારત માટે ‘ચક દે ઈન્ડિયા’ ગીત પણ ગાયું હતું.
આ કોન્સર્ટમાં આયુષમાન સાથે પાકિસ્તાનનો એક્ટર અલી ઝફર પણ હતો. આ કોન્સર્ટ 27 ઑક્ટોબર 2017માં દુબઈના એક સ્ટેડિયમમાં યોજવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવતા વીડિયોને માત્ર આયુષમાનના ‘દિલ દિલ પાકિસ્તાન’ ગાતા પાર્ટને જ બતાવી વાઇરલ કરવામાં આવી રહ્યો છે. જોકે આ વીડિયોને લઈને આયુષમાનની ઘણી ટીકા થઈ રહી છે.