પિતાએ પતિના હાથમાં હાથ મૂક્યો ત્યારે અવિકા થઈ ભાવુક, જુઓ લગ્નના લેટેસ્ટ વિઝ્યુઅલ્સ...
મનોરંજન

પિતાએ પતિના હાથમાં હાથ મૂક્યો ત્યારે અવિકા થઈ ભાવુક, જુઓ લગ્નના લેટેસ્ટ વિઝ્યુઅલ્સ…

મુંબઈઃ ટીવી કપલ અવિકા ગોર અને મિલિંદ ચંદવાનીએ ‘પતિ પત્ની ઔર પંગા’ના સેટ પર લગ્ન થયા હતા. આ નવદંપતીના લગ્નનો એપિસોડ 11-12 ઓક્ટોબરે પ્રસારિત થશે. આ પહેલા અવિકા-મિલિંદના લગ્નના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ ભાવુક થતા જોઈ શકાય છે. તેમના લગ્નમાં ફક્ત માતા-પિતા જ નહીં પરંતુ બધા સેલેબ્સ પણ ખુશ છે.

અવિકાએ સાત ફેરા ફર્યા
એક પ્રોમોમાં, અવિકા તેના પતિ મિલિંદનો હાથ પકડીને ફેરા ફરતી જોવા મળે છે. બધા સેલિબ્રિટી અને પરિવારના સભ્યોએ તેમના માટે તાળીઓ પાડી અને ખુશી વ્યક્ત કરી, ત્યારે નવદંપતી ભાવનાત્મક રીતે એકબીજાને ભેટી પડ્યું. અવિકા ફૂલની ચાદર નીચે મંડપમાં પ્રવેશી, અભિનેત્રીના પિતાએ તેનો હાથ મિલિંદને સોંપ્યો. આ દ્રશ્ય જોઈને બધા ભાવુક થઈ ગયા. અવિકાએ પણ પોતાની લાગણીઓ શેર કરી, કહ્યું કે તેને વગર માંગે બધું મળી ગયું.

અવિકાએ કહ્યું, “મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મને આવો જીવનસાથી મળશે અને આવી રીતે લગ્ન થશે. જીવનમાં આનાથી વધુ હું શું માંગી શકું? આટલું કહેતી વખતે અવિકા રડી પડી, અને મિલિંદે તેને સાંત્વના આપી.

બીજા પ્રોમોમાં, ઈશા માલવિયા અને હિના ખાન મિલિંદ ચંદવાનીના જૂતા લઈને ભાગતી જોવા મળે છે. પછી પૈસા માટે વાટાઘાટો શરૂ થાય છે. હિના અને ઈશા કહે છે કે તમે અમને એક લાખ અગિયાર હજાર રૂપિયા આપો તો જ તમને જૂતા મળશે. જોકે, મિલિંદ 1,100 રૂપિયા આપવા તૈયાર છે. પછી વરરાજાના પિતા એક શરત મૂકે છે: જેની પાસે એક રૂપિયાની નોટ હશે તેને પૂરી રકમ મળશે.

જોકે, થોડી મજાક અને ખેંચતાણ પછી મિલિંદ જાહેરાત કરે છે હું રાષ્ટ્રીય ટેલિવિઝન પર જાહેરાત કરી રહ્યો છું કે હું હિના અને ઈશાને 1,11,000 રૂપિયા આપીશ. પણ કૃષ્ણ અભિષેક વચ્ચે પડીને કહે છે, “મિલિંદ, એક જોડી જૂતા માટે આટલા પૈસા ન આપ; લગ્ન પછી બહું જૂતા પડશે. આ સાંભળીને અવિકા પણ હસી પડી હતી.

તમને જણાવી દઈએ કે અવિકાની કારકિર્દી કલર્સ ચેનલના હિટ શો બાલિકા વધુથી શરૂ થઈ હતી. આનંદીની ભૂમિકાએ તેને ઘર-ઘરમાં જાણીતી કરી દીધી. આજે પણ લોકો તેને બાલિકા વધુ અને આનંદી તરીકે ઓળખે છે. એ શો ‘પતિ પત્ની ઔર પંગાના’ સેટ પર તેના લગ્ન અભિનેત્રી માટે ખૂબ જ ખાસ છે.

આ પણ વાંચો…અવિકા ગૌરની હલ્દી સેરેમનીના વીડિયો વાયરલઃ સિતારાઓએ કરી ધૂમ મસ્તી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button