બાલિકા વધૂની અવીકા બની રિયલ લાઈફ દુલ્હન, ઓનસ્ક્રીન મિલિંદ સંગ લીધા ફેરા...
મનોરંજન

બાલિકા વધૂની અવીકા બની રિયલ લાઈફ દુલ્હન, ઓનસ્ક્રીન મિલિંદ સંગ લીધા ફેરા…

મુંબઈ: ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી અવિકા ગૌર, જે ‘બાલિકા વધૂ’થી ઘરે-ઘરે ઓળખાય છે, તે હવે રિયલ લાઇફમાં વધૂ બની ગઈ છે. 30 સપ્ટેમ્બરે અવિકાએ તેના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાણી સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન રિયાલિટી શો ‘પતિ, પત્ની અને પંગા’ના સેટ પર હિન્દુ રીતિ-રિવાજ સાથે સંપન્ન કરવામાં આવ્યા હતા, જેમાં શોના અન્ય સેલિબ્રિટી પાર્ટીસિપેન્ટએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અવિકા અને મિલિંદે ‘પતિ, પત્ની અને પંગા’ શોના સેટ પર જ લગ્નની તમામ રિવાજો પૂરા કર્યા હતા. પીઠી, મહેંદીથી લઈને ફેરા સુધીની તમામ રિવાજો આ શોના સેટ પર થયા હતા. લગ્નના દિવસે અવિકાએ લાલ અને સોનેરી રંગની ચોલી પહેલી હતી. જેના પર ભારે ઘરેણાં પહેર્યા હતા.

જ્યારે મિલિંદે આછા ગુલાબી અને સોનેરી શેરવાની સાથે પાઘડી પહેરી હતી. લગ્ન થવાની ખુશીમાં બંનેમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. શોમાં હિના ખાન, ઈશા માલવિયા, રૂબિના દિલૈક અને મુનવ્વર ફારૂકી જેવા સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો.

મિલિંદે લગ્ન માટે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તે સ્કૂટર પર વરઘોડો લઈને આવ્યા અને શોના સેટ પર ઉત્સાહ ભર્યો માહોલ જોવા મળ્યો હતો. પીઠી અને મહેંદીના રિવાજો પૂર્ણ કર્યા હતા. જેમાં અવિકા અને મિલિંદે ખૂબ મજા મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ તમામ રિવાજોમાં શોના હોસ્ટ સોનાલી બેન્દ્રે અને મુનવ્વર ફારૂકીએ પણ ખૂબ એન્જોય કરી, જે દર્શકો માટે એક યાદગાર દૃશ્ય બન્યું.

avika gor and milind chandwani

કોણ છે મિલિંદ ચંદવાણી?
મિલિંદ ચંદવાણીનો જન્મ 27 માર્ચ, 1991ના રોજ હૈદરાબાદના કોંડાપુરમાં થયો હતો. તેણે દિલ્હી પબ્લિક સ્કૂલ, ભોપાલમાંથી શિક્ષણ મેળવ્યું હતું અને બેંગ્લોરની દયાનંદ સાગર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બી.ઈ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ, તેમણે IIMA અમદાવાદમાંથી MBA પૂર્ણ કર્યું. મિલિંદે ઇન્ફોસિસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કરિયર શરૂ કર્યું હતું, જે બાદ તેણે MTV રોડીઝમાં ભાગ લીધો હતો.

અવિકા-મિલિંદની લવ સ્ટોરી
અવિકા અને મિલિંદની લવ સ્ટોરી હૈદરાબાદમાં એક સામાન્ય મિત્રતાથી શરૂ થઈ હતી. અવિકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મિલિંદને મળતાં જ તેમની ગાઢ મિત્રતા થઈ, અને ધીમે ધીમે તે મિલિંદને પસંદ કરવા લાગી. મિલિંદે શરૂઆતમાં તેને લગભગ છ મહિના સુધી ‘ફ્રેન્ડ-ઝોન’માં રાખી, પરંતુ બાદમાં તેમના બંને પ્રેસ સંબંધો ખીલ્યા. જે તેમણે સગાઈ કરી હતી. જ્યારે હવે સગાઈના ત્રણ મહિના બાદ બંનેએ લગ્ન કરી લીધા.

આ પણ વાંચો…અવિકા ગૌરની હલ્દી સેરેમનીના વીડિયો વાયરલઃ સિતારાઓએ કરી ધૂમ મસ્તી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button