'બાલિકા વધુ'ની 'આનંદી'એ સગાઇ કરી લીધી, જુઓ ક્યુટ સુંદર ફોટા | મુંબઈ સમાચાર

‘બાલિકા વધુ’ની ‘આનંદી’એ સગાઇ કરી લીધી, જુઓ ક્યુટ સુંદર ફોટા

નવી દિલ્હીઃ કલર્સ શો ‘બાલિકા વધુ’ દર્શકોમાં ખૂબ લોકપ્રિય થયો હતો. સિરિયલમાં ‘આનંદી’ની ભૂમિકા ભજવનાર બાળકીને હજી પણ યાદ કરે છે. ‘આનંદી’થી ઘરે ઘરે જાણીતી થનારી એ બાળ કલાકાર હવે યુવાન થઇ ગયેલી અવિકા ગૌર છે, જે આજે પણ ખૂબ સુંદર દેખાય છે. હવે તે તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. 27 વર્ષની ઉંમરે, તેણે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી લીધી છે. હવે તેમની સગાઈના ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેના પર ચાહકો પ્રેમનો વરસાદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સગાઈના ફોટામાં અવિકા ખૂબ જ સાદી પણ ભવ્ય લુકમાં જોવા મળી રહી છે. તે ગુલાબી રંગની પ્રિન્ટેડ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે હળવા મેકઅપ સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મિલિંદ મેચિંગ કુર્તા-પાયજામામાં ખૂબ જ ડેશિંગ દેખાતો હતો. એક તસવીરમાં અવિકા તેના મંગેતરને પ્રેમથી કિસ કરતી પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: ક્યારેક ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કરી હતી શરુઆત, આજે ગ્લેમરથી ઉડાવી રહી છે ફેન્સના હોંશ…

અવિકાએ આ ફોટા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સગાઈના ફોટાના કેપ્શનમાં તેણે હળવા અંદાજમાં લખ્યું: “તેણે પૂછ્યું, હું હસી, હું રડી અને મેં મારા જીવનની સૌથી સરળ હા પાડી. હું ખૂબ જ ફિલ્મી છું, બેકગ્રાઉન્ડ સ્કોર, સ્લો-મો સપના, કાજલ લગાવવું અને એ બધું જ. તે સમજદાર, શાંત છે અને ચાલો કોઈ પણ સંજોગોમાં પ્રાથમિક સારવારની કીટ સાથે રાખીને ચાલે છે.

અવિકાના ફિયાન્સેએ પણ આ પોસ્ટ ઉપર કમેન્ટ કરી. “પ્લોટમાં ટ્વીસ્ટ. અસલી બેકગ્રાઉન્ડ મ્યુઝિક મારા હૃદયમાં 200 બીપીએમનું વાગવાનું હતું. તેં હા પાડી અને અચાનક બધી ફિલ્મી લાઈનો સમજાવા લાગી. તું ડ્રામા છે અને હું ડાયરેક્શન કરી રહ્યો છું. ચાલ, બેસ્ટ પિક્ચર બનાવીએ. લોકો તેમના ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંને ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button