બસ આ જ ફરક છે Shweta Bachchan અને Sshura Khanમાં… જોઈ લો શું કર્યું?
બચ્ચન પરિવાર હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના અણબનાવને કારણે ચર્ચામાં રહે જ છે. આ આગમાં ઘીનું કામ કરે છે બચ્ચન પરિવારની જ લાડલી શ્વેતા બચ્ચન (Shweta Bachchan).
રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો શ્વેતા અને ઐશ્વર્યા વચ્ચે પણ કોલ્ડ વોર ચાલી રહ્યું છે અને એની ભનક અવારનવાર ઈવેન્ટમાં કે કંઈકને કંઈક કરીને ચર્ચામાં આવતી જ રહે છે. બીજી બાજું છે ખાન પરિવારની વહુરાણી એટલે કે શૂરા ખાન (Sshura Khan) અને અર્પિતા ખાન (Arpita Khan). શૂરા અને અર્પિતા વચ્ચે બિલકુલ બહેનપણીઓ જેવો પ્રેમ જોવા મળે છે.
શૂરા ખાન નાની નણંદ અર્પિતા ખાનના વખાણ કરતાં થાકી નથી રહી. આજે અર્પિતા ખાનનો જન્મદિવસ છે અને આ જ પ્રસંગે ભાભી શૂરાએ તેને શુભેચ્છાઓ આપી છે. અરબાઝ ખાન (Arbaaz Khan)ની પત્ની અને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાને નણંદ અર્પિતાના વખાણ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
આ પણ વાંચો: તો શું ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા સાથે સંબંધ તોડ્યા બચ્ચન પરિવારે?
શૂરાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અર્પિતા ખાન સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને જણ ડાન્સ કરતી જોવા મળી રહી છે અને આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે દુનિયાની સૌથી સુંદર માણસ. આ વીડિયો અરબાઝ અને શૂરાના લગ્ન સમયનો છે. આ વીજિયોમાં બંને વચ્ચેની ટ્યૂનિંગ એકદમ સાફ સાફ જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અર્પિતા ખાન ત્રણેય ભાઈઓ અરબાઝ ખાન, સલમાન ખાન અને સોહેલ ખાનની એકદમ નજીક છે અને એમાં પણ ખાસ કરીને સલમાન ખાનની નજીક છે. ગયા વર્ષે જ ડિસેમ્બર મહિનામાં અરબાઝ ખાનના લગ્ન અર્પિતાના ઘરે જ થયા છે. હાલમાં જ અર્પિતા ખાન ભાઈ સલમાન ખાન સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી.