અર્ચના પુરણ સિંહના પુત્ર આર્યમનને પડી થપ્પડો! જાણો અભિનેત્રીનો ગજબનો અનુભવ

મુંબઈઃ જાણીતી અભિનેત્રી અર્ચના પુરણ સિંહ, તેમના પતિ પરમીત સેઠી અને તેમના પુત્ર આર્યમન સેઠી તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમની યુટ્યુબ ચેનલ માટે તેમના અનુભવો શેર કરી રહ્યા હતા.
તેમના નવા વ્લોગમાં પરિવારે શહેરના ટ્રાફિક અને ચાહકોની ભીડ વચ્ચે દિલ્હીમાં ત્રણ અલગ અલગ ચાટની દુકાનોની પણ મુલાકાત લીધી. કમલા નગર, બંગાળી માર્કેટ અને ગ્રેટર કૈલાશના બજારોની ચાટનો ટેસ્ટ માણ્યો હતો. આ દરમિયાન ચાહકોએ તેમને ઘેરી લીધા અને આ દરમ્યાન તેમના પુત્રને થપ્પડ મારવામાં આવી.
આપણ વાચો: યુટ્યુબ પર ડેબ્યુ કરતાની સાથે જ અર્ચના પુરન સિંહની ચેનલ થઈ ગઈ હેક
અર્ચના પુરણ સિંહ અને પરમીર સેઠીએ તેમના પુત્ર આર્યમનને કેટલીક માહિતી મેળવવા મોકલ્યો, કારણ કે તેમને ખાતરી હતી કે કોઈ તેને ઓળખશે નહીં. તેમનો દીકરો કારમાંથી ઉતરતાની સાથે જ અભિનેત્રીએ મજાકમાં કહ્યું હતું કે “તને તો કોઈ નથી ઓળખતું, પરંતુ જેમ જેમ તે કમલાનગરની રેસ્ટોરાં તરફ આગળ વધ્યો તે ભીડથી ઘેરાયો હતો.
જ્યારે તે તેની કારમાં પાછો ફર્યો, ત્યારે તેણે કહ્યું કે લોકો તેના માતાપિતા સાથે ફોટા પડાવવા તેને ધક્કા મારી રહ્યા હતા. તે મને થપ્પડ મારી રહ્યા હતા લોકો મમ્મી-પપ્પાને ખૂબ પ્રેમ કરે છે, તેમને પ્રેમથી મેડમ કહે છે. મને તો ધક્કા અને થપ્પડ ખાવા પડે છે. તેઓ મને ધક્કા મારીને કહે છે ફોટો પડાવી આપ ને , મેં કહ્યું હવે તો નહીં પડાવી આપું.”
આપણ વાચો: ‘T20 વર્લ્ડકપ જીત બાદ સૌથી વધુ પાર્ટી કોણે કરી?’ રોહિત શર્માએ કપિલ શર્માના શોમાં આપ્યો જવાબ
બાદમાં, જ્યારે તેઓ બીજા રેસ્ટોરન્ટમાં ગયા, ત્યારે દુકાનના માલિકે તરત જ આર્યમનને ઓળખી લીધો હતો. અને બાદમાં કેટલાક ચાહકોએ તેને ઘેરી લીધા અને તેની સાથે સેલ્ફી પણ લીધી.
અર્ચનાએ મજાકમાં પૂછ્યું, ‘શું તેણે તને ફોટો પાડવા માટે પૈસા આપ્યા હતા?’ તો એક ચાહકે ભૂલથી તેને આયુષ્માન કહ્યો અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આર્યમન આજે પરિવાર સાથે કેમ નથી, જે સાંભળીને બધા હસી પડ્યા હતા.



