
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનથી હચમચી ઉઠ્યું છે. પાકિસ્તાને ગુરુવારે ભારતના સૈન્યના ઠેકાણાઓને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય સૈન્યએ તેની આ મેલી મુરાદને બર નહોતી આવવા દીધી. પાકિસ્તાને ડ્રોન, મિસાઈલથી હુમલો કર્યો હતો.
જે રીતે ભારતીય સૈન્યએ તેના હુમલાને રોક્યા છે, એ જોઈને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. બોલીવૂડ સેલેબ્સ પણ આ સમયે પોતાના દેશને અને આર્મીને સપોર્ટ કરી રહ્યા છે. આ બધા વચ્ચે અનુષ્કા શર્માએ ઈન્ડિયન આર્મી માટે એક પોસ્ટ શેર કરી છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.
આપણ વાંચો: હવે કામ માંગવા માટે ભારત ના આવીશ… ઓપરેશન સિંદૂરને વખોડનાર પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન થઈ ટ્રોલ…
અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અમે હંમેશા તમારા આભારી છીએ, જેમણે વિષમ પરિસ્થિતિમાં પણ હીરોની જેમ આપણી સુરક્ષા કરી છે. તેમના પરિવારો દ્વારા કરવામાં આવેલા બલિદાન માટે કરવામાં આવેલા હાર્દિક આભાર. જય હિંદ.
અનુષ્કાની આ પોસ્ટ પર વિરાટ કોહલીએ પણ કમેન્ટ કરી છે. તેમણે લખ્યું હતું કે જય હિંદ અને તિરંગાવાલા ઈમોજી પોસ્ટ કર્યા હતા. આ સિવાય નેટિઝન્સ પણ અનુષ્કાની પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છીએ. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આર્મી, નેવી અને એરફોર્સ માટે સન્માન. બીજા એક યુઝરે લખ્યું હતું કે ભારત માતા કી જય.
અનુષ્કા શર્મા સિવાય અનેક બીજા સેલેબ્સે પણ પોસ્ટ કરી છે, જેમાં અનિલ કપૂર, વામિકા ગબ્બી, ઋચા ચઢ્ઢા, મિની માથુર, મૌની રોય સહિત અનેક સેલેબ્સનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર: દેશમાં અનાજ કે ઇંધણની કોઇ અછત નથી!
અત્રે ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. અનુષ્કાના પિતા આર્મીમાં રહી ચૂક્યા છે. તેના પિતા કર્નલ કુમાર શર્મા એક આર્મીમેન હતા. બાળપણથી જ આર્મી બેકગ્રાઉન્ડમાં હોવાને કારણે અનુષ્કા ડિસિપ્લિનમાં રહેવા ટેવાયેલી છે. અનેક ઈન્ટરવ્યુમાં અનુષ્કા શર્મા પોતાના પરિવાર વિશે જણાવી ચૂક્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા છેલ્લે ફિલ્મ ઝીરોમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે જોવા મળી હતી. હવે તેની ફિલ્મ ચકદા એક્સપ્રેસ ટૂંક સમયમાં જ રીલિઝ થવા જઈ રહી છે.