સૈયારા ગર્લ’ અનીત પડ્ડાના જાદુઈ અવાજે જીત્યા દિલ, હવે ‘કબીર સિંહ’નું ગીત ગાઈને ચાહકોને કર્યા મંત્રમુગ્ધ!

મુંબઈ: બોલિવૂડ ફિલ્મ ‘સૈયારા’ના ડેબ્યૂ કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડા ફિલ્મ રિલિઝથી જ ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મની સફળતા અને બંનેના સોશિયલ મીડિયાને કારણે ચાહકોની ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. ખાસ કરીને અનીતનો સિંગીગનો શોખ લોકોને આકર્ષી રહ્યો છે, જેના કારણે તેમની પ્રશંસા થઈ રહી છે.
‘સૈયારા’ના સેટ પરથી અનીત પડ્ડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ના લોકપ્રિય ગીત ‘કૈસે હુઆ’ ગાતા અને તેના પર ડાન્સ કરતા જોવી મળી હતી.
અનીત આ વીડિયોમાં અન્ય સાથી કલાકારો સાથે આ ગીતનો આનંદ માણતી દેખાય છે. આ વીડિયો દર્શાવે છે કે અનીત માત્ર અભિનયમાં જ નહીં, પરંતુ સિંગિંગ પણ માસ્ટર છે.
આપણ વાંચો: શુક્રવારે નવી ફિલ્મ આવ્યા બાદ સૈયારાની રફતાર ઘટશે? ફિલ્મે કરી આટલી કમાણી…
આ વીડિયોમાં અનીત બોલિવૂડના ગ્લેમરસ સ્ટાર્સથી અલગ, એકદમ સાદા લુકમાં દેખાય છે, જે ચાહકોને ખૂબ પસંદ આવ્યો. તે આ સિંગિંગ સેશનને ખૂબ ઉત્સાહથી એન્જોય કરતી જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર લોકોએ તેની આ કળાની પણ ખૂબ વખાણી હતી. એક યૂઝરે લખ્યું, “અનીત ખરેખર બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અને મનમોહક અભિનેત્રી.” કહ્યું હતું. ચાહકોનું કહેવું છે કે તે નેપો કિડ્સની સરખામણીમાં વધુ પ્રભાવશાળી છે.
અભિનેત્રી ઇશિતા ઠાકુરે ‘સૈયારા’ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં અનીત શ્રેયા ઘોષાલના ‘સૈયારા’ ટાઇટલ ટ્રેકને ગાતી જોવા મળી હતી. આ વીડિયોમાં પણ તેનું સિંગિંગ અને ઉત્સાહ લોકોને પસંદ આવ્યું. અનીતની મલ્ટિ ટેલેન્ટ ફિલ્મના સેટ પરના bts દ્વારા સામે આવી રહ્યા છે. જે તેને ચાહકોમાં વધુ લોકપ્રિય બનાવે છે.
આપણ વાંચો: બોક્સ ઓફિસ પર સૈયારાનો દબદબો યથાવત્, જાણો બીજા અઠવાડિયે કેટલો વકરો કર્યો
અનીત પડ્ડાએ 2022માં કાજોલની ફિલ્મ ‘સલામ વેન્કી’માં નાની ભૂમિકા સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે પ્રાઇમ વીડિયોની સિરીઝ ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય’માં રૂહીના પાત્રમાં જોવા મળી. ખાસ વાત એ છે કે તેણે આ સિરીઝ માટે ‘માસૂમ’ નામનું ટાઇટલ ગીત લખ્યું, કમ્પોઝ કર્યું અને ગાયું પણ હતું.
આ ગીતને લોકોએ ખૂબ પસંદ કર્યું, અને એક ચાહકે લખ્યું, “અનીતનો અવાજ આખો દિવસ સાંભળી શકાય છે.” બીજાએ કહ્યું, “અભિનેત્રી, ગાયિકા, ગીતકાર અને સંગીતકાર – અનીત બધું જ છે!”