અજય દેવગણ અને અક્ષય કુમારને લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યો અનંત અંબાણી
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાનો દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં જ લગ્નબંધનમાં બંધાવવા જઈ રહ્યો છે અને આ લગ્નની માત્ર દેશ જ નહીં પણ વિદેશમાં ચર્ચા થઈ રહી છે. અનંત અને રાધિકા 12મી જુલાઈના મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરશે. હવે અંબાણી પરિવારના સભ્યો ખુદ ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં વ્યસ્ત છે.
ગઈકાલે જ મુકેશ અંબાણી દીકરા અનંત અને રાધિકા સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યા હતા. દરમિયાન નીતા અંબાણીએ બાબા વિશ્વનાથને પહેલાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા. ખુદ વરરાજા એટલે કે અનંત અંબાણી પણ મહેમાનોને આમંત્રણ આપવામાં વ્યસ્ત થઈ ગયા છે.
આ પણ વાંચો: Ambani Familyમાં પ્રવેશતા પહેલાં Radhika Merchantએ તોડી પરિવારની આ ખાસ પરંપરા?
હાલમાં જ અનંત અંબાણી ફેમસ બોલીવૂડ અભિનેતા અજય દેવગણને પણ લગ્નનું આમંત્રણ આપવા માટે પહોંચ્યો હતો અને હવે તે બોલીવૂડના વધુ એક સુપર સ્ટારના ઘરે લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યો છે. આ સેલિબ્રિટી બીજું કોઈ નહીં પણ અક્ષય કુમાર છે. બુધવારે રાતે અનંત પોતાની રોલ્સ રોયસમાં અક્ષય કુમારના જુહુ સ્થિત ઘરે પહોંચ્યો હતા અને એ પણ પુરતા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે. અક્ષયની સાથે અજય અને કાજોલને પણ લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો.
આ બધા વચ્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું વેડિંગ કાર્ડ પણ લાઈમલાઈટમાં છે. સોશિયલ મીડિયા પર કપલની કંકોત્રીનો વીડિયો સામે આવ્યો છે. અનંત-રાધિકાનું વેડિંગ કાર્ડ એક કપબોર્ડ જેવું છે. જેને ખોલતા સૌથી પહેલાં જ ભગવાનના દર્શન થાય છે.
કાર્ડને ખોલ્યા બાદ એક ચાંદીનું મંદિર જોવા મળે છે અને એની ચારે બાજું ભગવાનની મૂર્તિઓ છે. કાર્ડમાં અલગ અલગ ભગવાન સિવાય લગ્નની વિધિઓની માહિતી આપવામાં આવી છે. અનંત અને રાધિકાના નામના પહેલાં અક્ષરની એમ્બ્રોઈડરીવાળો રૂમાલ અને એક દુપટ્ટો પણ જોવા મળી રહ્યો છે.