રાજેશ ખન્ના જ નહીં બી-ટાઉનનો આ એક્ટર પણ હતો Amitabh Bachchanથી ઈન્સિક્યોર…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો દબદબો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજે પણ કાયમ છે, પરંતુ તેમના જુવાનીના દિવસોમાં તો રાજેશ ખન્ના જેવા દિગ્ગજ કલાકાર પણ તેમનાથી ઈન્સિક્યોર હતા એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે માત્ર રાજેશ ખન્ના જ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બીજા પણ એક અભિનેતા હતા જેઓ બિગ બીથી અસુરક્ષિતતા અનુભવતા હતા.

ચાલો આજે તમને આ એક્ટર વિશે જણાવીએ-
70-80ના દાયકામાં ફિલ્મઈન્ડસ્ટ્રીમાં વિનોદ ખન્ના પોતાની ચાર્મિંગ પર્સનાલિટી અને એક્ટિંગ ટેલેન્ટથી હલચલ મચાવી રાખી હતી. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતા હતા. પરંતુ વિનોદ ખન્નાએ કરિયરના પિક પર જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું અને ઓશો આશ્રમ પહોંચી ગયા. ઓશોના નાના ભાઈ શૈલેન્દ્ર સરસ્વતીએ વિનોદ ખન્નાને લઈને અનેક ખુલાસાઓ કર્યા છે.

તેમણે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ લોકો (સેલેબ્સ) સપનાઓના સૌદાગર હોય છે. તેઓ સ્ક્રીન પર એક ભ્રમ પેદા કરે છે, પણ તેમની રિયલ લાઈફ પરફેક્શનથી કોસો દૂર હોય છે. ગ્લેમરની પાછળ ઘણી ઉથલપાથલ મચેલી હોય છે. વિનોદ ઘણી વખત કહેતાં હતા કે તે પોતાની પત્ની અને બાળકોને ખૂબ જ મિસ કરે છે. વિનોદ ખૂબ જ દુઃખી હતા. પરંતુ ઓશોનો આ વાત પર વિશ્વાસ નહોતો. ઓશોનું કહેવું હતું કે તે પોતાની ફેમિલીને નથી મિસ કરી રહ્યા. ઓશોએ કહ્યું કે વિનોદને કહો કે તે ઈન્ડિયા જાય અને અમિતાભ બચ્ચનની સામે ઈલેક્શન લડે.
આ પણ વાંચો: રેખા કે જયા બચ્ચન નહીં પણ આ એક્ટ્રેસને ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા Amitabh Bachchanએ…
અત્રે ઉલ્લેખનીય છે કે વિનોદ ખન્નાએ એ સમયે બોલીવૂડ છોડ્યું જ્યારે તેઓ પોતાના કરિયરના ટોપ પર હતા. તેમની ગેરહાજરીમાં અમિતાભ બચ્ચન નંબર વન બની ગયા. ઓશોએ જણાવ્યું હતું કે વિનોદ હકીકતમાં પોતાની ફેમિલી નહીં પણ પોઝિશનને મિસ કરી રહ્યા હતા અને તેઓ બિગ બીની સક્સેસથી ઈર્ષ્યા અનુભવતા હતા.
થોડાક સમય બાદ વિનોદ ખન્ના ભારત પાછા ફર્યા. તેમણે પોતાનું ફિલ્મી કરિયર ફરી શરૂ કર્યું અને અનેક સક્સેસફૂલ ફિલ્મો આપી. એક્ટિંગ સિવાય તેમણે પોલિટિક્સમાં એન્ટ્રી લીધી અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રિય પ્રધાન પણ બન્યા