Amitabh Bachchan દીકરી શ્વેતા બચ્ચનને કેમ બાંધીને રાખે છે? ખુદ કર્યો ખુલાસો…

અમિતાભ બચ્ચનની ગણતરી ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટારમાં કરવામાં આવે છે અને હાલમાં તેઓ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-16 હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં બિગ બી અવારનવાર પોતાની પર્સનલ લાઈફ સંબંધિત કિસ્સા શેર કરતાં રહે છે અને હાલમાં જ એક એપિસોડમાં બિગ બીએ પોતાની દીકરી શ્વેતા બચ્ચન સાથે સંબંધિત કિસ્સો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે શ્વેતાને અમારે બાંધીને રાખવી પડે છે… ચોંકી ગયા ને? ચાલો તમને આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ-
આપણ વાંચો: રાજસ્થાનમાં આ શહેરના લોકો Amitabh Bachchanને માને છે ભગવાન, કારણ જાણીને તમે પણ…
સોશિયલ મીડિયા પર કેબીસીની એક ક્લિપ વાઈરલ થઈ રહી છે જેમાં બિગ બીની સામે હોટસીટ પર બેઠેલા કન્ટેસ્ટન્ટ ઉત્સવ દાસે જણાવ્યું હતું કે તેણે પહેલાં જ અટેમ્પ્ટમાં આઈઆઈટીની એક્ઝામ ક્લિયર કરી હતી. ઉત્સવે એવું પણ કહ્યું તેના પિતાએ તેને ચેલેન્જ આપી હતી જેઓ ખુદ એનઆઈટીથી ગ્રેજ્યુએટ છે. પિતાની આ વાતને જ તેણે મોટિવેશન બનાવી અને આઈઆઈટી ક્રેક કરવાનું નક્કી કર્યું.
આ સમયે ઉત્સવે આઈઆઈટીની તૈયારી કરી રહેલાં સ્ટુડન્ટ્સને ટિપ્સ પમ આપતા કહ્યું હતું કે ભણતાં ભણતાં પોતાની જાતને રિલેક્સ રાખવી પણ જરૂરી છે અને મેં આઈઆઈટી એક્ઝામના પહેલાં જ દિવસે ત્રણ ફિલ્મો જોઈ હતી. આ બધું સાંભળીને બિગ બીએ પોતાની દીકરી શ્વેતાને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. શ્વેતાના ડર વિશે ખુલાસો કરતાં બિગ બીએ જણાવ્યું હતું કે શ્વેતાને ઈન્જેક્શનથી ખૂબ જ ડર લાગે છે અને તે ઈન્જેક્શનથી એટલું બધું ડરે છે કે તેને બાંધીને રાખવી પડે છે.
આપણ વાંચો: Aradhya Bachchan નહીં પણ આ છોકરીની શૂઝ લેસ બાંધતા જોવા મળ્યા Amitabh Bachchan, વીડિયો થયો વાઈરલ…
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીએ આ ખુલાસો એક સવાલના સંદર્ભમાં કર્યો હતો. ઉત્સવ દાસ સાને 25 લાખ રૂપિયા જિતવા માટે સવાલ હતો કે આમાંથી કઈ ઈન્સ્ટિટ્યૂટના સંશોધકોએ દવા ઈન્જેક્ટ કરવા માટે સૂઈમુક્ત શોક સિરીઝ ડેવલપ કરી છે. ઉત્સવને આ સવાલના જવાબમાં આઈઆઈટી મુંબઈ જણાવ્યું હતું. આ સવાલ બાદ બિગ બીએ શ્વેતા ઈન્જેક્શનના ડર વિશે ખુલાસો કર્યો હતો.
બિગ બીએ જણાવ્યું કે મોટા ભાગની મહિલાઓને ઈન્જેક્શનથી ડર લાગે છે અને તેણે શ્વેતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આવું હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે મારી દીકરી છે ને શ્વેતા એને ઈન્જેક્શનથી ડર લાગે છે. જ્યારે પણ એને ઈન્જેક્શન આપવાનું હોય તો એને બાંધીને રાખવી પડે છે, નહીં તો એ ભાગી જાય છે. બિગ બીનો આ ખુલાસો સાંભળીને દર્શકો હસી પડ્યા હતા.