મનોરંજન

OMG, Abhishek Bachchanને કેબીસીના સેટ પર બોલાવીને પસ્તાયા Amitabh Bachchan…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર હાલમાં પરિવારમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં આવ્યો છે. આ સાથે સાથે જ હાલમાં પરિવારના કુળદિપક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકને લઈને ચર્ચામાં રહે છે.

જુનિયર બચ્ચન પોતાની ફિલ્મના પ્રમોશન માટે પિતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના શો કૌન બનેગા કરોડપતિમાં પહોંચ્યો હતો. આ જ શોનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બિગ અભિષેક બચ્ચનને લઈને એવી વાત કહેતાં સાંભળવા મળ્યા હતા કે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો.

આપણ વાંચો: પત્ની ઐશ્વર્યાને મનાવવા માટે અભિષેક બચ્ચને કર્યું કંઇક એવું કે….

અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચનને એક સાથે સ્ક્રીન પર જોવા એ ટ્રીટ સમાન છે. જુનિયર બચ્ચન પોતાની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકના પ્રમોશન માટે પહોંચ્યો હતો. કેબીસીના આ સ્પેશિયલ એપિસોડનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અભિષેત પિતા અમિતાભની કોપી કરે છે. આ જોઈને બિગ બી કહે છે કે હું અભિષેકને શો પર બોલાવીને પસ્તાઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

વાઈરલ વીડિયોમાં અભિષેક અમિતાભ બચ્ચની કોપી કરે છે અને સાત કરોડ… સાત કરોડની બૂમ પાડે છે. જ્યારે પણ સ્પર્ધક જિતે છે ત્યારે બિગ બી આ જ રીતે બૂમ પાડે છે. આ સમયે અભિષેક મજાકમાં કહે છે કે જ્યારે પણ તેમના પરિવારમાં કોઈ ડિનર દરમિયાન સવાલ પૂછે છે તો બાળકો પણ અમિતાભ બચ્ચનની સ્ટાઈલમાં બૂમ પાડે છે. આ સાંભળીને ઓડિયન્સ હસી પડે છે અને બિગ બી કહે છે કે મેં તને અહીં બોલાવીને ભૂલ કરી છે.

રોની લાહિરી અને શીલ કુમાર નિર્મિત આઈ વોન્ટ ટુ ટોક 22મી નવેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં અર્જુન નામના યુવકની જર્ની દેખાડવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button