
મુંબઈઃ અમિતાભ બચ્ચનને આ સદીના મહાનાયક કહેવામાં આવે છે. છેલ્લા 55 વર્ષથી તેઓ ફિલ્મ ઉદ્યાગમાં સક્રિયપણે કામ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચને કરોડો રૂપિયાના મિલકતો પણ ખરીદી છે. અત્યારે અમિતાભ બચ્ચન પાસે ચાર બંગલો અને કરોડો રૂપિયાના ફ્લેટ પણ છે. મહાનાયકે રિયલ એસ્ટેટમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. તો ચાલો આજે સદીના મહાનાયકની મિલકતો વિશે જાણીએ…
અમિતાભ બચ્ચન પાસે અત્યારે કેટલા બંગલા છે?
મહાનાયક અમિતાભ બચ્ચન પાસે કરોડો રૂપિયાના મિલકત છે. તેમની પાસે રહેલા બંગલોની કિંમત 1000 કરોડ કરતા પણ વધારે છે. અમિતાભ બચ્ચને ફિલ્મ જંજીરની સફળતા બાદ મુંબઈમાં બંલગો ખરીદ્યો હતો. જેનું નામ તેમણે પ્રતીક્ષા રાખ્યું હતું. આ જ બંગલામાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનના લગ્ન કરવામાં આવ્યાં હતાં.

ભેટમાં મળેલા આ બંગલાની કિંમત અત્યારે 112 કરોડ રૂપિયા
અત્યારે અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે જે બંગલામાં રહે છે તેનું નામ ‘જલસા’ છે. 1982માં આવેલી ફિલ્મ સત્તે પે સત્તાની સફળતા બાદ રમેશ સિપ્પીએ આ બંગલો અમિતાભ બચ્ચનને ભેટમાં આપ્યો હતો. આ બંગલાની અત્યારે 112 કરોડ રૂપિયા કિંમત છે. આ બંગલાની પાસે મહાનાયકે એક બીજો ‘જનક’ નામનો બંગલો 8 કરોડમાં ખરીદ્યો હતો. જેમાં અમિતાભ અને અભિષેક બચ્ચનની ઓફિસ આવેલી છે.
અનેક વૈભવી બંગલા અને ડુપ્લેક્સના માલિક છે મહાનાયક
‘જલસા’ અને ‘જનક’ બાદ તેની પાસે જ અમિતાભ બચ્ચને ‘વત્સ’ નામનો બંગલો 5 કરોડમાં ખરીદ્યો હતો. અત્યારે આ બંગલો બચ્ચને બેંકને ભાડે આપેલો છે. વૈભવી બંગલા સાથે અમિતાભ બચ્ચને થોડા વર્ષ પહેલા મુંબઈના અંધેરીમાં મુંબઈના અંધેરી સ્થિત એટલાન્ટિસ નામની એક પોશ ઇમારતના 27મા અને 28મા માળ પરનો ડુપ્લેક્સ 31 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતાં. આ ડુપ્લેક્સમાં 6 કાર પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા પણ છે.
એક રિપોર્ટ પ્રમાણે બચ્ચન પાસે ફ્રાન્સ પણ ઘર છે
વૈભવી બંગલા અને ડુપ્લેક્સ સાથે અમિતાભ બચ્ચન પાસે અલ્હાબાદમાં પણ વારસાગત મિલકત પણ છે. એટલું જ નહીં પરંતુ એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અમિતાભ બચ્ચન પાસે ફ્રાન્સ પણ એક ઘર છે. અમિતાભ બચ્ચન પાસે દિલ્હીમાં પણ એક બંગલો હતો. બચ્ચન પરિવારનો આ પહેલો બંગલો અમિતાભ બચ્ચનની મા તેજી બચ્ચનના નામે હતો. જોકે, માતાની નિધન બાદ અમિતાભ બચ્ચને આ બંગલો 2021માં 23 કરોડ રૂપિયામાં વેચી દીધો હતો. અત્યારે મહાનાયક પાસે જેટલા બંગલા છે તેની કિંમત 1000 કરોડ જેટલી થયા છે.
આ પણ વાંચો…કોણે કહ્યું હતું જયાજી સાથે લગ્ન કરવા માટે, જાણો કોણે પૂછ્યો અમિતાભ બચ્ચનને આવો સવાલ?