એ અફવાને કારણે અમિતાભ બચ્ચન ‘એન્ગ્રી મેન’ બની ગયા હતા, જાણો કારણ?

બચ્ચન પરિવારને લોકો ખુબ પ્રેમ કરે છે. અમિતાભ, જયા, અભિષેક, અને ઐશ્વર્યા બધાનો પોતપોતાનો ચાહકવર્ગ છે. પરંતુ બચ્ચન પરિવાર વિશે જાતજાતની અફવાઓ પણ સતત ઊડતી રહે છે. આવી જ એક અફવાને કારણે પડદા પરના એન્ગ્રી મેન તરીકે પ્રખ્યાત અમિતાભ હકીકતમાં ભારે ક્રોધે ભરાયા હતા.
એક વાર ઐશ્વર્યા રાય વિશે સમાચાર આવ્યા હતા કે પેટના ક્ષય રોગને કારણે તે ગર્ભ ધારણ કરી શકતી ન હોવાથી તે માતા નહીં બની શકે. આનાથી આખો પરિવાર ગુસ્સે થઈ ગયો. બિગ બીએ તરત જ પ્રતિક્રિયા આપી અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં 2010માં ઐશ્વર્યા રાયની ગર્ભાવસ્થા વિશે ફેલાયેલા ખોટા સમાચારની નિંદા કરી હતી અને તેને ખોટા, બનાવટી અને અસંવેદનશીલ ગણાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે “આજે હું તમને ખૂબ જ પીડા અને અણગમા સાથે લખી રહ્યો છું. આ લેખ સંપૂર્ણપણે બનાવટી છે. સંપૂર્ણપણે બનાવટી, પાયાવિહોણો, અસંવેદનશીલ અને પત્રકારત્વનું સૌથી નીચું સ્તર.
અમિતાભ બચ્ચને આગળ લખ્યું હતું હું મારા પરિવારનો વડો છું. ઐશ્વર્યા મારી વહુ નથી, તે મારી પુત્રી છે, એક મહિલા છે, મારા ઘર અને પરિવારની સ્ત્રી છે. જો કોઈ તેમના વિશે અપમાનજનક વાતો કહેશે, તો હું મારા છેલ્લા શ્વાસ સુધી તેમના માટે લડીશ. જો તમારે ઘરના પુરુષો, અભિષેક કે મને કંઈ કહેશો તો હું તે સહન કરીશ, પણ જો તમે મારા ઘરની સ્ત્રીઓ પર કોઈ ખોટી ટિપ્પણી કરશો, તો હું તે સહન નહીં કરું!
જોકે, છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યા રાય બચ્ચનના બચ્ચનના પરિવાર સાથેના અણબનાવના અહેવાલો ધ્યાન ખેંચી રહ્યા છે. એવા દાવાઓ ફેલાઈ રહ્યા હતા કે અભિનેત્રી હવે તેના માતાપિતાના ઘરે રહે છે અને અભિષેક બચ્ચન સાથે છૂટાછેડા લેવા જઈ રહી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા વિશે પોસ્ટ કરવાનું પણ બંધ કરી દીધું હતું. પરંતુ જ્યારે તે આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં પતિ અને સસરા સાથે જોવા મળી, ત્યારે બધા અવાચક રહી ગયા.
આપણ વાંચો : ફિલ્મફેર એવોર્ડમાં બાંધણી અને પટોળાના કોમ્બિનેશનથી અનન્યા પાંડે છવાઈ ગઈ