'ભાઈ ભાઈ' ના રહાઃ અમિતાભ અને અજિતાભ કેમ થયા એકબીજાથી દૂર, જાણો રહસ્ય? | મુંબઈ સમાચાર
મનોરંજન

‘ભાઈ ભાઈ’ ના રહાઃ અમિતાભ અને અજિતાભ કેમ થયા એકબીજાથી દૂર, જાણો રહસ્ય?

મુંબઈ: બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના નાના ભાઈ અજિતાભ બચ્ચન વચ્ચેના સંબંધોની ચર્ચા ભાગ્યે જ થાય છે. અમિતાભ ઘણીવાર તેમના પત્ની જયા, પુત્ર અભિષેક, પુત્રી શ્વેતા, પુત્રવધૂ ઐશ્વર્યા કે માતા-પિતા વિશે વાત કરે છે, પરંતુ અજિતાભનો ઉલ્લેખ બહુ ઓછો કરે છે. રસપ્રદ વાત એ છે કે, અમિતાભને આજે આટલી સફળતા અપાવવામાં અજિતાભનો મોટો ફાળો રહ્યો છે. એક સમયે બંને ભાઈઓ ખૂબ નજીક હતા અને એકબીજાના રહસ્યો જાણતા હતા. જોકે, અમુક ઘટનાઓ બાદ તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ.

અજિતાભે અમિતાભના કરિયરમાં ભજવી મહત્વની ભૂમિકા

અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’માં પોતાના વિશે જણાવ્યું હતું કે, “હું અને અજિતાભ બાળપણમાં એવી વાતો શેર કરતા હતા જે તેઓ માતા-પિતા સાથે પણ નહોતા કરતા. શાળા અને કોલેજ પછી અમે બંને ભાઈઓ કોલકાતામાં નોકરીની શોધમાં ગયા. હું જ્યારે કોલકાતામાં સામાન્ય નોકરી કરતો હતો, ત્યારે અજિતાભે જ મને ફિલ્મોમાં કારકિર્દી બનાવવાની સલાહ આપી હતી. અજિતાભે મારો ફોટો એક સ્પર્ધામાં મોકલ્યો હતો.”

ત્યાર બાદ અમિતાભ મુંબઈ આવ્યા અને અજિતાભ લંડનમાં સ્થાયી થયા હતા. લંડનમાં હોવા છતાં બંને ભાઈઓ વચ્ચેનો સંબંધ ગાઢ રહ્યો હતો. અમિતાભે જ અજિતાભના લગ્ન તેમના મિત્ર રામોલા બચ્ચન સાથે કરાવ્યા હતા. રામોલા પણ અજિતાભ સાથે લંડન શિફ્ટ થઈ ગયા.

સંબંધોમાં તિરાડ અને મતભેદનું કારણો

1986થી 1989 દરમિયાન થયેલા બોફોર્સ કૌભાંડ થયું હતું. આ સમયે 4 વર્ષ માટે અમિતાભ બચ્ચન અલાહાબાદ બેઠક પરથી સાંસદ રહ્યા હતા. રાજીવ ગાંધીના નજીકના મિત્ર હોવાના કારણે તેઓનું નામ પણ બોફોર્સ કૌભાંડમાં આવ્યું હતું. જેથી અજિતાભની કંપની પણ તપાસના દાયરામાં આવી અને તેમની છબીને નુકસાન થયું. જોકે, 25 વર્ષ પછી અમિતાભને આ કેસમાં ક્લીનચીટ મળી, પરંતુ ભાઈ-ભાઈના સંબંધોમાં ખટાશ આવી ગઈ.

આપણ વાંચો: સતત પડી રહેલા વરસાદે અમિતાભ બચ્ચનના બંગલાને પણ કર્યો પાણી પાણીઃ જૂઓ વીડિયો

અજિતાભે 2005માં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, લાંબા સમય સુધી વિદેશમાં રહેવાથી પણ અંતર વધ્યું હતું, આ સિવાય મારી અને અમિતાભ વચ્ચે મતભેદો હતા. અમે પિતાજીને દુ:ખ પહોંચાડવા ન હતા ઈચ્છતા. જેથી અમે સાથે રહેવાનો પ્રયાસ કરતા હતા. પિતા હરિવંશ રાય બચ્ચનના અવસાન બાદ અમારી વચ્ચેનું અંતર વધુ વધ્યું હતું.

દેરાણી-જેઠાણી વચ્ચે પણ હતો મતભેદ

અમિતાભની અમર સિંહ કે ગાંધી-નેહરુ પરિવાર સાથેની મિત્રતા આ મતભેદોનું કારણ છે, એવું જ્યારે અજિતાભને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ સંકેત આપ્યો હતો કે રાજકારણના પ્રવેશથી બંને વચ્ચે અંતર વધ્યું હતું.

આપણ વાંચો: કેવો દેખાય છે જેસિકા હાઈન્સ અને આમિર ખાનનો રૂમર્ડ લવ સન…

અજિતાભે સમાધાનની શક્યતા અંગે પણ વાત કરી અને કહ્યું હતું કે દુનિયા નાની છે અને જીવન ટૂંકું છે, તેથી કંઈ પણ શક્ય છે. આ કિસ્સામાં, માત્ર બે ભાઈઓ જ નહીં, પરંતુ જયા બચ્ચન અને રામોલા બચ્ચન વચ્ચે પણ અણબનાવ થયો હતો. જ્યારે રામોલા લંડનથી ભારત આવતા હતા, ત્યારે તેઓ જયા બચ્ચનના ઘરે રહેવાને બદલે પોતાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. આ ઘટનાઓ બતાવે છે કે એક સમયે ખૂબ નજીક રહેલા આ ભાઈઓ વચ્ચેની કડવાશ સમય અને સંજોગોને કારણે વધી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button