મનોરંજન

‘ગદર’ ફેમ અમીષા પટેલે ફોટોગ્રાફર સાથે આ ગીત પર કર્યો ડાન્સ…

મુંબઈ: પોતાની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી જ બધાને પોતાના કાયલ બનાવનારી અને પછી ‘ગદર’ ફિલ્મથી આખા દેશમાં છવાઇ જનારી અભિનેત્રી અમીષા પટેલ (Amisha Patel) ઘણા લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહી હતી અને ઓછી ફિલ્મોમાં દેખાઇ હતી.

જોકે ‘ગદર-2’ ફિલ્મથી અમીષા પટેલે પોતાના ચાહકોનો ઇંતેજાર આખરે પૂરો કર્યો અને ફિલ્મ પણ ખૂબ જ સફળ સાબિત થઇ. અમીષા પટેલ આ ફિલ્મની સફળતાને હજી પણ માણી રહી છે તે તો નક્કી જ છે. કારણ કે હાલમાં જ તેણે મુંબઈ એરપોર્ટ પર જે કર્યું તેની ચર્ચા થઇ રહી છે.

અમીષા બુધવારે એક ઇવેન્ટ માટે દુબઇ જઇ રહી હતી ત્યારે તે મીડિયા ફોટોગ્રાફર્સ એટલે કે પાપારાઝીથી ઘેરાઇ ગઇ હતી અને પાપારાઝીએ તેને કેમેરામાં કેદ કરી લીધી હતી, જેના ફોટો અને વીડિયા તરત જ વાયરલ થઇ ગયા હતા.
જોકે, એવામાં એક પાપારાઝીએ અચાનક જ અમીષાને તેની સાથે ડાન્સ સ્ટેપ કરવાની રિક્વેસ્ટ કરી.

આ પણ વાંચો: એશા દેઓલે અમીષા પટેલનો રોલ છીનવી લીધો? અમીષાના આરોપનો એશાએ આપ્યો આ જવાબ…

અમીષાએ પણ પોતાના ફેન કમ ફોટોગ્રાફરને નિરાશ કર્યા વિના તેની સાથે ડાન્સ કર્યો હતો અને તે પણ પોતાની ફિલ્મના સુપર હિટ સોન્ગ ‘મૈં નિકલા ઓ ગડ્ડી લે કે’ પર. અમીષાનો પાપારાઝી સાથે ડાન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

49 વર્ષીય અમીષા દુબઇમાં એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે પોતાના બિઝનેસ પાર્ટનર સાથે મુંબઈ એરપોર્ટ પર આવી હતી. આ દરમિયાન તેણે ડેનિમ શોટર્સ, ક્રોપ ટોપ, વ્હાઇટ શૂઝ અને સન ગ્લાસિસ પહેર્યા હતા. આ લુકમાં અમીષા એકદમ બબલી લાગી રહી હતી.

સોશિયલ મીડિયા પર અમીષાના ફેન્સે પણ તેના આ લુકના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમીષા અને સન્ની દેઓલની ફિલ્મ ‘ગદર-2’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતા 700 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

જોકે, ખાસ વાત એ છે કે આ ફિલ્મના નિર્માતાઓએ ‘ગદર-3’ ફિલ્મ બનાવવાની જાહેરાત પણ કરી દીધી છે, પરંતુ અમીષા આ ફિલ્મો હિસ્સો હશે કે નહીં તે વિશે હજી કોઇ માહિતી નથી.

એક ઇન્ટરવ્યૂમાં અમીષાએ કહ્યું હતું કે જો તેને સન્ની દેઓલ સાથે પૂરતો સ્ક્રીન ટાઇમ આપવામાં આવે તો તે ફિલ્મ કરશે. આ ઉપરાંત જો તેણે સાસુનું પાત્ર ભજવવાનું હશે તો પણ તે આ ફિલ્મ નહીં કરે. ‘ગદર-2’માં તેમના પુત્ર પ્રેમમાં પડ્યો હોવાનું દેખાડવામાં આવ્યું છે. જેથી કદાચ આગામી ફિલ્મમાં તે લગ્ન કરી લે તેવું દર્શાવવામાં આવે તેવી શક્યતા નકારી ન શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button