મનોરંજન

640 કરોડનો વિલા અને 450 કરોડનો નેકલેસ, અનંત-રાધિકાને નીતા અંબાણીએ આપી ભેટ

મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણી અને તેમની થનારી પુત્રવધુ રાધિકા મર્ચન્ટને દુબઈમાં એક સુપર લક્ઝુરિયસ વિલા ભેટમાં આપ્યો છે. આ વિલાની કિંમત લગભગ 640 કરોડ રૂપિયા છે અને તે એટલી જ ભવ્ય છે. તે આખા દુબઈમાં સૌથી મોંઘી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાંની એક તરીકે જાણીતી છે અને તે 3,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે.

જ્યારે બાળકોને લાડ લડાવવાની વાત આવે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી કોઇ તક ગુમાવતા નથી. ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને વૈશ્વિક સ્તરે અગિયારમા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તેમના જોડિયા- સંતાન આકાશ અને ઈશા અંબાણી તેમજ તેમના નાના પુત્ર અનંત અંબાણી પર દિલ ખોલીને સંપત્તિ લૂંટાવે છે. તાજેતરમાં જ મુકેશ અને નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ બેશ પર રૂ. 1259 કરોડની સંપત્તિ લૂંટાવી હતી, જેમાં તેમણે દેશવિદેશના મહાનુભાવોને આમંત્રિત કર્યા હતા અને તેમના મનોરંજન માટે આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાનાને 74 કરોડ રૂપિયા આપીને પરફોર્મ કરવા બોલાવી હતી. અનંતના લગ્ન જુલાઇમાં છે. તેમાં પણ મુકેશ અને નીતા અંબાણી દોલત લૂંટાવી દેશે એમાં કોઇ શંકા નથી.

તેમની ભવ્ય જીવનશૈલીની પરંપરામાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના બાળકોને અસાધારણ મોંઘી ભેટો આપી છે, જે વિશ્વભરના સમૃદ્ધ માતાપિતા માટે નવા ધોરણો સ્થાપિત કરે છે. એપ્રિલ 2022માં મુકેશ અંબાણીએ તેમના સૌથી નાના પુત્ર અનંત માટે દુબઈના અપસ્કેલ ડિસ્ટ્રિક્ટ પામ જુમેરાહ પર બીચફ્રન્ટ-વિલા ખરીદ્યો હતો. આ ભવ્ય મિલકત 10 બેડરૂમ અને 70 મીટરમાં ફેલાયેલો ખાનગી બીચ ધરાવે છે, જેની કિંમત 640 કરોડ રૂપિયા છે. અનંત-રાધિકાની સગાઇ પહેલા નીતા અંબાણીએ તેમને રૂ. 4.5 કરોડની બેન્ટલી કાર ભેટમાં આપી હતી. હાલમાં અનંત-રાધિકાના બીજા પ્રી વેડિંગ બેશમાં પણ તેમણે લખલૂટ ખર્ચ કર્યો છે.

2019માં શ્લોકા મહેતા સાથે આકાશ અંબાણીના લગ્નમાં, નીતા અંબાણીએ તેમની પુત્રવધૂને રૂ. 451 કરોડની કિંમતનો અતુલ્ય નેકલેસ ભેટમાં આપ્યો હતો. દીકરી ઇશા અંબાણીના લગ્નમાં પણ અંબાણી પરિવારે રૂ. 830 કરોડ ખર્ચ્યા હતા.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button