કેટલી હોય છે એક Rolls Royceની કિંમત? જેમાં ફરવા નીકળ્યો છે અંબાણી પરિવાર…

આજે દુનિયાના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારના બે રત્નો એટલે કે આકાશ અંબાણી (Akash Ambani) અને ઈશા અંબાણી (Isha Ambani)નો જન્મદિવસ છે. ઈશા અને આકાશ બંને ટ્વીન્સ છે. અંબાણી પરિવારની ઝીણામાં ઝીણી બાબત જાણવામાં ઈન્ટ્રેસ્ટેડ હોય છે.
આ પણ વાંચો: રાધિકાની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યા આકાશ અંબાણીના ઉચ્ચ સંસ્કાર…
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આ અંબાણી પરિવાર ફરવા નીકળ્યો છે. આ વીડિયોમાં આકાશ અંબાણી, શ્લોકા મહેતા અને ઈશા અંબાણી રોલ્સ રોયસમાં ફરતાં જોવા મળી રહ્યો છે પરંતુ શું તમને ખબર છે કે આખરે રોલ્સ રોયસની કિંમત કેટલી છે? ચાલો તમને જણાવીએ-
આ પણ વાંચો: અંબાણી પરિવારના લક્ઝરી કાર્સનું કલેક્શન અને કિંમત જાણો છો કે?
અંબાણી પરિવાર સનરૂફ ખોલીને મુંબઈની ખુલી હવાઓનો આનંદ માણતો જોવા મળી રહ્યો છે એ રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપે છે. આ લક્ઝરી કારનો લૂક અને કલર ખૂબ જ ક્લાસી હતો અને એની સાથે સાથે જ એમાં દમદાર ફીચર્સ પણ છે. આ કારમાં 6.75 લીટર વી12 એન્જિન છે, બે 453 બીએચપી અને 531 એલબી-ફીટ ટોર્ક જનરેટ કરે છે. 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશનની સાથે આવતી આ કારની ટોપ સ્પીડ 155 એમપીએચ છે. આ એક ફોર સીટર કાર છે અને એની કિંમત વિશે વાત કરીએ તો આ કારની કિંત 7-8 કરોડ રૂપિયાની વચ્ચે છે.
સોશિયલ મીડિયા પર જેવો આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો કે તેના પર લાખો વ્યૂઝ, લાઈક અને કમેન્ટ્સ આવી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર sochxindia પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈશા અને આકાશ અંબાણીનો જન્મદિવસ છે. ઈશા અંબાણી- અને આકાશ અંબાણીને બિઝનેસમાં મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે અને બંને જણ દાદા-પિતાના પગલે પગલે આગળ વધી રહ્યા છે. સંસ્કારોની વાત હોય તે બિઝનેસ ડિસિઝનની વાત હોય ઈશા-આકાશનો કોઈ જવાબ નથી બોસ…