સ્પેશિયલ ફિચર્સ

અંબાણી પરિવારના લક્ઝરી કાર્સનું કલેક્શન અને કિંમત જાણો છો કે?

ભારતના જ નહીં પણ એશિયાના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમનો પરિવાર દર થોડાક સમયે લાઈમલાઈટમાં રહેતાં હોય છે અને એનું કારણ હોય છે તેમની વૈભવી લાઈફસ્ટાઈલ. આજે આપણે અહીં અંબાણી પરિવારના કારના કલેક્શન વિશે વાત કરીશું. આ કાર કલેક્શન અને એની કિંમત વિશે તમે જાણશો તો તમારા પણ હોંશ ઉડી જશે. હવે તેમની કારના કલેક્શનમાં ફેરારી રોમા પણ સામેલ થઈ ગઈ છે અને ફેરારી સ્પોર્ટ્સ કારની કિંમત જ સાડાચાર કરોડ રૂપિયાથી વધુ છે અને એમાં એટલા સારા, શાનદાર ફીચર છે અને તે ખૂબ જ સ્પીડમાં દોડે છે.

હાલમાં જ અંબાણી પરિવારનો કોઈ સભ્ય આ નવી ફેરારી કારમાં જોવા મળ્યું હતું અને તેની સાથે સિક્યોરિટી વેનનો પૂરેપૂરો કાફલો હતો જેમાં મર્સિડિઝ જી-વેગનનો સમાવેશ પણ થાય છે. અહીંયા તમારી જાણ માટે હાલમાં જ મુકેશ અંબાણીએ પત્ની નીતા અંબાણીને રૂપિયા 10 કરોડની કિંમતની રોલ્સ રોયસ કલિનન બ્લેક બેજ ગિફ્ટ કરી હતી. મુકેશ અંબાણી કે જેમની પાસે આશરે 150 જેટલી લક્ઝરી કારનું કલેક્શન છે. મુંબઈમાં આવેલા તેમના ઘર એન્ટાલિયા ખાતે એક પૂરો ફ્લોર માત્ર પાર્કિંગ માટે એલોટ કરવામાં આવ્યો છે.

2021માં લોન્ચ કરવામાં આવેલી આ ફેરારી રોમા સ્પોર્ટ્સ કાર ભારતમાં ખૂબ જ ઓછા લોકો પાસે છે. આ સ્પોર્ટ્સ કારમાં 3855 સીસીનું પેટ્રોલ એન્જિન છે, જે 611.5 બીએચપીની અધિકતમ સ્પીડ આપે છે. આ કારમાં 8.4 ઈંચનો ટેબલેટ સ્ટાઈલ ટચ સ્ક્રીન ઈન્ફોટેમેન્ટ સિસ્ટમ છે, જે સેન્સર કન્સોલ છે.

અહીંયા તમારી જાણ માટે કે મુકેશ અંબાણીના કલેક્શનમાં સુપરકાર અને સ્પોર્ટ્સ કારનો સમાવેશ થાય છે અને એમાં ફેરારી રોમા, ફેરારી 488 જીટીબી, મેક્લોરેન 570એસ, એસ્ટન માર્ટિન ડીબી11 અને લેમ્બોર્ગિની એવેન્ટાડોર એસ રોડસ્ટર સામેલ છે. અંબાણી પરિવાર પાસે રોલ્સ રોયસ, બેન્ટેલી, મર્સિડિઝ-બેન્ઝ, ટેસ્લા, બીએમડબ્લ્યુ, લેન્ડ રોવર અને ટોયોટા જેવી લક્ઝરી કાર પણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button