Nita Ambaniના એ વાઈરલ ફોટોમાં બેકગ્રાઉન્ડમાં દેખાઈ એવી વસ્તુ કે… તમે ખુદ જ જોઈ લો..

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ હાલમાં જ પેરિસ ઓલમ્પિક્સ અને પેરાઓલમ્પિક્સના પદક જિતનારા અને દેશનું ગૌરવ વધારનારા એથ્લેટ્સના માનમાં મુંબઈના એન્ટિલિયા ખાતે એક ખાસ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
કહેવાની જરૂર ખરી કે અંબાણી પરિવારના દરેક સદસ્યનો લૂક હંમેશની જેમ ચર્ચાનું કારણ બન્યું હતું. પરંતુ હર હંમેશની જેમ જ નીતા અંબાણી (Nita Ambani)એ પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. ઈવેન્ટમાં નીતા અંબાણી લાલ કલરની સાડી, સુંદર નેકલેસ અને લાલ ચાંદલો લગાવીને પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો, પરંતુ ફોર અ ચેન્જ આ વખતે નીતા અંબાણીના લૂક કરતાં ચર્ચા તેમના રૂમના બેકગ્રાઉન્ડમાં દેખાયેલી ખાસ વસ્તુની થઈ રહી છે.
નીતા અંબાણી હંમેશા જ પોતાના લૂકથી વહુ શ્લોકા મહેતા (Shloka Mehta), રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અને ઈશા અંબાણી (Isha Ambani)ને ટક્કર મારે છે. પરંતુ લોકોની નજર તો નીતા અંબાણી કરતા તેમની બેકગ્રાઉન્ડમાં દેખાયેલા એક ફોટો પર ટકી ગઈ હતી. આ ફોટોમાં આખો અંબાણી પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. નીતા અંબાણીએ જે રૂમમાં આ ફોટો પડાવ્યો છે એ રૂમમાં મુકેશ અંબાણી-નીતા અંબાણીથી લઈને તેમના ત્રણેય સંતાન આકાશ, ઈશા, અનંત બંને વહુ શ્લોકા અને રાધિકા પણ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારના આ ફેમિલી ફોટોની ખૂબ જ ચર્ચામાં થઈ રહી છે. આ સિવાય એન્ટિલિયાના આ ખાસ રૂમનું ડેકોર અને ઈન્ટિરિયર જોઈને લોકોની આંખો પણ પહોળી રહી જશે.
આ પણ વાંચો : રાધિકાએ સાસુ નીતા અંબાણીની પરંપરા જાળવી, અસ્સલ ભારતીય પુત્રવધુની જેમ પૂજામાં થઈ સામેલ…
અંબાણી પરિવારના ફેમિલી ફોટો સિવાય નીતા અંબાણીની પાછળ જોવા મળી રહેલી એક ખાસ મૂર્તિની ચર્ચા પણ ચારેબાજુ થઈ રહી છે. નીતા અંબાણી જે જગ્યાએ ઊભા છે એની પાછળ ટેબલ પર એક યુનિક પીસ જોવા મળે છે. ઈન્ટરનેટ પર જ્યારે આ મૂર્તિ વિશે ખાખા ખોળા કર્યા તો જાણવા મળ્યું કે આ વુમન હેડ મૂર્તિ આર્ટિસ્ટ રવિન્દ્ર રેડ્ડીએ બનાવી હતી અને એની કિંમત લાખોમાં છે. રવિન્દ્ર રેડ્ડીની મૂર્તિઓ વિશે વાત કરીએ તો તેમની મૂર્તિની બનાવટ ખૂબ જ સુંદર હોય છે અને તેમની બધી મૂર્તિઓના માથા મોટા, આંખો પહોળી અને ખુલ્લી હોય છે. અંબાણી પરિવારના ઘરે પણ આ મૂર્તિ જોવા મળતાં આ મૂર્તિ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે.
રાધિકાનો સિમ્પલ બટ સોબર લૂક છે કમાલનો…
રાધિકાના લૂકની વાત કરીએ એ પહેલાં નીતા અંબાણીના લૂકની વાત કરી લઈએ. નીતા અંબાણી લાલ સાડી સાથે વીંટી, કડા અને ગળામાં સુંદર ડાયમંડના પેન્ડન્ટવાળો નેકપીસ પહેર્યો હતો. જ્યારે પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટે આ સમયે બ્લેક કલરનો ફ્લોરલ સ્ટ્રેપી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ પર વ્હાઈટ ફ્લાવર્સ હતા. ગળામાં મંગળસૂત્ર અને એકદમ હળવા નેકપીસમાં રાધિકાએ નો મેકઅપ લૂક કેરી કર્યો હતો.