મનોરંજન

પાપારાઝીના ફેવરિટ અને અંબાણી પરિવારના નજીકની વ્યક્તિ પાસે છે આ સુપરપાવર…

હેડિંગ વાંચીને જ ગુંચવાઈ ગયા ને કે આખરે કોણ છે આ વ્યક્તિ કે જેના અડકવા માત્રથી જ બીમારીઓ દૂર થઈ જાય છે? આ વ્યક્તિ ઓરહાન અવત્રમણી ઉર્ફે ઓરી… ઓરી હાલમાં જ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ- 17માં એઝ અ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે.

વીકએન્ડ કા વાર પર ઓરીએ સલમાન ખાન સાથે સ્ટેજ પર ખૂબ જ ધમાલ કરતો જોવા મળ્યો હતો અને આ દરમિયાન તેણે ઘણા બધા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ જ ખુલાસા દરમિયાન ઓરી દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે તેના અડવા માત્રથી જ લોકોની બીમારીઓ દૂર થઈ જાય છે. આવો જોઈએ કે આખરે એવું તો કઈ સુપર પાવર છે ઓરી પાસે કે જેને કારણે લોકોની બીમારી દૂર થઈ જાય છે.

ઓરીએ સલમાન સાથે સ્ટેજ પર જાત જાતના ખુલાસાઓ કર્યા હતા. ઓરીએ સલમાનને જણાવ્યું હતું કે તે કોઈ સોશિયલ ઈન્લ્ફ્યુએન્સર નથી અને તે પાપારાઝીનો ફેવરિટ છે. એટલું જ નહીં ઓરીએ એવું પણ જણાવ્યું હતું કે તે દરેક પાર્ટીમાં એટલા માટે જોવા મળે છે કારણ કે તેને બોલાવવામાં આવે છે. કોઈ પણ પાર્ટીમાં જવા માટે તેને કોઈ પણ પ્રકારની ફી કે પૈસા આપવામાં આવતી નથી. પાર્ટીમાં લોકો એમને કહે છે કે તેમના દીકરા-પત્ની સાથે સેલ્ફી ક્લિક કરે અને પોસ્ટ કરે. આ રીતે ફોટો પોસ્ટ કરીને ઓરી એક રાતમાં 25-30 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.

લોકો ઓરીને પાર્ટીમાં એક બીજા કારણસર પણ બોલાવે છે કારણ કે એમનું એવું માનવું છે કે ઓરીના સ્પર્શ માત્રથી જ તેમની ઉંમર ઘટી જાય છે. ઓરીએ એવું પણ કહ્યું હતું કે તેના ટચથી ઉંમર તો ઘટે જ છે પણ એની સાથે સાથે બીજા નાના-મોટા ઈશ્યૂઝ પણ સોલ્વ થઈ જાય છે.

ઓરી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજર છે. ઓરી પાસે ખુદના પાંચ મેનેજર છે અને આ વાત સાંભળીને શોના હોસ્ટ સલમાન ખાને પણ માથે હાથ મારી લીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…