‘રંગ દે બસંતી’ની ‘સૂ’ વાસ્તવિક જીવનમાં બ્રિટિશ ગવર્નરની પુત્રી છે, જુઓ હવે 19 વર્ષ પછી કેવી દેખાય છે?

2006માં રિલીઝ થયેલી “રંગ દે બસંતી”એ તેની દમદાર વાર્તા અને ભાવનાત્મક ઊંડાણથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેના પાત્રો આજે પણ લોકોને યાદ છે. આમિર ખાનની આ ફિલ્મને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે.
ચાર રાષ્ટ્રીય પુરસ્કારો જીતનારી અને ઓસ્કાર સુધી પહોંચેલી આ ફિલ્મના દરેક પાત્રને લોકો હજુ પણ યાદ કરે છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મમાં આમિર ખાન, આર. માધવન, સોહા અલી ખાન, સિદ્ધાર્થ શુક્લા, કુણાલ કપૂર અને શરમન જોશી જેવા પ્રતિભાશાળી કલાકારો હતા. આમાંનું એક પાત્ર સુ મૈક કિનલેનું હતું, જે બ્રિટિશ અભિનેત્રી એલિસ પૈટને ભજવ્યું હતું. તેના અભિનયથી એલિસે સાબિત કર્યું હતું કે ભાષાના અવરોધો પ્રતિભાને મર્યાદિત કરી શકતા નથી.
આપણ વાંચો: મારા સ્ટાફનો ખર્ચ પ્રોડ્યુસર કેમ ઉઠાવે? ફિલ્મ સ્ટાર્સના વધારાની ખર્ચ અંગે આમિર ખાને ઉઠાવ્યા સવાલ
આ ફિલ્મમાં એલિસ પૈટન એક બ્રિટિશ દસ્તાવેજી ફિલ્મ નિર્માતાની ભૂમિકા ભજવે છે જે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા ક્રાંતિકારીઓનું ફિલ્માંકન કરવા માટે લંડનથી ભારત આવે છે. તેની આ યાત્રા વ્યક્તિગત પણ હતી, કારણ કે તેના દાદા ભારતમાં બ્રિટિશ પોલીસ અધિકારી હતા અને ક્રાંતિકારીઓ સાથેના તેમના અનુભવોની વિગતો આપતી ડાયરી અહીં હતી.
તે ડાયરીનો આધાર લઈને તે ભારત આવે છે અને ધીમે ધીમે ક્રાંતિકારીઓની વાર્તાઓ સાથે ભાવનાત્મક રીતે જોડાય છે. એલિસ પૈટનનું પાત્ર ફિલ્મની આત્મા છે, જે ભારત અને બ્રિટનના ભૂતકાળને જોડતી કડી બની છે.
ફિલ્મમાં તેની માસૂમિયત, સંવેદનશીલતા અને દૃઢ નિશ્ચયે દર્શકોને પ્રભાવિત કર્યા. આમિર ખાન સાથે તેની કેમેસ્ટ્રી અદ્ભુત લાગતી હતી અને “સૂ કર મેરે મન કો” જેવા દ્રશ્યો હજુ પણ લોકોને યાદ છે. તે સમયે એલિસ 26 વર્ષની હતી.
આપણ વાંચો: આમિર ખાનના લવ અફેર્સની વાત કરતો ફૈસલ પોતે મિસ્ટ્રી વુમન વીડિયોમાં ઝડપાઈ ગયો તો…
19 વર્ષ પહેલાની એલિસ હવે એક પરિપક્વ સ્ત્રી બની ગઈ છે. તે હવે 45 વર્ષની છે. તે હજુ પણ પહેલા જેટલી જ સુંદર લાગે છે તેની સ્ટાઈલમાં સુધારો થયો છે, અને તે એક તેજસ્વી અભિનેત્રી બની ગઈ છે. તેણે ઘણી બધી ભૂમિકાઓ ભજવી છે. અભિનેત્રીના પરિવાર અને પૃષ્ઠભૂમિ વિશે વાત કરીએ તો, એલિસ ક્રિસ પૈટનની પુત્રી છે, જે એક પ્રખ્યાત બ્રિટિશ રાજકારણી અને હોંગકોંગના છેલ્લા ગવર્નર હતા.
2019માં હોંગકોંગના વિરોધ પ્રદર્શનો દરમિયાન તેમના નામની ખૂબ ચર્ચા થઈ હતી. એલિસની અભિનય કારકિર્દી થિયેટરથી શરૂ થઈ હતી, જ્યાં તેણે હેમ્લેટ જેવા પ્રખ્યાત નાટકોમાં અભિનય કર્યો હતો. 2005માં તેણે ઇંગ્લિશ ટુરિંગ થિયેટરના હેમ્લેટ પ્રોડક્શનમાં ઓફેલિયાની ભૂમિકા ભજવી હતી.
ભારતમાં “રંગ દે બસંતી” ફિલ્મનું શૂટિંગ કરતી વખતે એલિસ તેના પતિ, અમેરિકન હાસ્ય કલાકાર અને લેખક ટિમ સ્ટીડથી ગર્ભવતી હતી. તે સમયે આ ફિલ્મે ભારતમાં અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા હતા.
ભલે એલિસ હવે ભાગ્યે જ ટેલિવિઝન પર કે ફિલ્મોમાં જોવા મળે છે,પરંતુ ‘રંગ દે બસંતી’માં તેનું પાત્ર ‘સૂ’ હજુ પણ બોલીવુડની સૌથી પ્રિય વિદેશી ભૂમિકાઓમાનું એક માનવામાં આવે છે. તેણે ‘ડાઉનટન એબી’, ‘મિસ્ટ્રેસીસ’ અને ‘અવર ગર્લ’ જેવા શોમાં પણ અભિનય કર્યો હતો, પરંતુ ભારતીય દર્શકો માટે તે હંમેશા ‘સૂ’ રહેશે.