ક્રિસમસ સેલિબ્રેશનઃ આલિયાની લાડલી રાહા જોવા મળી ક્યુટ અંદાજમાં, ફ્લાઈંગ કિસ આપી
મુંબઈઃ કપૂર પરિવારમાં દર વર્ષે ક્રિસમસના તહેવાર વખતે લંચનું આયોજન કરવામાં આવે છે. જેમાં આખો કપૂર પરિવાર ભેગો થાય છે. આ લંચ માટે રણબીર કપૂર દીકરી રાહા અને આલિયા સાથે પહોંચ્યા હતા. રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ અને દીકરીની તસવીરો વાયરલ થઈ રહી છે. ફોટામાં ત્રણેય ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
ત્રણેએ પાપારાઝી માટે પોઝ આપ્યો. પિતા રણબીરની સાથે રાહાએ પણ બધાને હેલો કરવા કહ્યું હતું. આટલું જ નહીં રાહાએ પાપારાઝીને ફ્લાઈંગ કિસ પણ આપી હતી. પરંતુ જ્યારે રણબીર રાહાને પોતાના ખોળામાંથી ફોટા માટે ઉતારી રહ્યો હતો ત્યારે તે નીચે ઉતરી નહોતી. તેના બદલે તે પપ્પાને વળગી પડી.
આપણ વાંચો: આલિયા-રણબીરની રાહા થઈ બે વર્ષની, બર્થ ડે પાર્ટીમાં કરી ધીંગામસ્તી
ફોટામાં રાહા તેના પપ્પાને વળગેલી જોઈ શકાય છે. જોકે તે આખો સમય હસતી હતી. આલિયા ભટ્ટના લૂકની વાત કરીએ તો આલિયાએ લાલ રંગનો લોંગ ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે લાલ રંગની બો પણ લગાવી હતી.
રાહાના લુકની વાત કરીએ તો તેણે ખૂબ જ ક્યૂટ ફ્રોક પહેર્યું હતું. રાહા દરેક વખતે પોતાની સ્મિતથી ચાહકોનું દિલ જીતે છે. રણબીર કપૂરના લૂકની વાત કરીએ તો તેણે સફેદ પેન્ટ સાથે સફેદ ટી-શર્ટ અને બ્લુ સ્ટ્રીપ શર્ટ પહેર્યું હતું.