મનોરંજન

અક્ષય કુમારની કેસરી ચેપ્ટર-2નું નવ દિવસમાં આટલું કલેક્શન થયું

અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડેની ફિલ્મને સારા રિવ્યુ મળ્યા હોવા છતા જોઈએ તેવો રિસ્પોન્સ ઓડિયન્સને મળ્યો નથી. ફિલ્મની શરૂઆત તો ઘણી ધીમી રહી પણ બીજા અઠવાડિયે લોકોએ થોડો રસ બતાવતા ફિલ્મે 50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોવાની અહેવાલમાં જાણી શકાય છે.

અક્ષયની ફિલ્મે ફર્સ્ટ વિકમાં બોક્સ ઓફિસ પર 46 કરોડ રૂપિયાનું ચોખ્ખું કલેક્શન કર્યું. જોકે ફિલ્મ વર્કિંગ ડેયઝમાં ખાસ કંઈ કમાણી કરી શકી નથી. ટિકિટ સાથે ઘણી ઓફર પણ છે, પરંતુ દર્શકોએ ખાસ કોઈ રસ બતાવ્યો નથી. બીજા અઠવાડિયાના અંતે ફિલ્મ 57 કરોડ પહોંચી ગઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે.

Akshayની ટક્કર હાલમાં સન્ની દેઓલની જાટ અને ઈમરાન હાશ્મીની ગ્રાઉન્ડ ઝીરો સાથે થઈ છે. આવતા અઠવાડિયે તેણે અજય દેવગન અને રીતેષ દેશમુખની રેડ-2 સામે પણ ટક્કર લેવાની છે.

જલિયાવાલા બાગ હત્યાકાંડ પછીની ઘટનાને આધાર રાખી બનેલી આ ફિલ્મ સત્યકથાઓ પર આધારિત છે અને કોર્ટડ્રામા છે. ફિલ્મમાં તમામ કલાકારોના અભિનયના વખાણ થયા છે. જોકે અક્ષયની અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મ સો કરોડી સાબિત થાય તેમ નથી. અક્ષય કુમારની ફિલ્મોને કોઈની નજર લાગી ગઈ હોય તેમ ફિલ્મ અને અક્ષયના વખાણ તો થાય છે, પણ કમાણી થતી નથી.

આ પણ વાંચો…અક્ષય કુમારના ભાગે ફરી ફ્લોપ ફિલ્મઃ કેસરી-ચેપ્ટર-2નું કલેક્શન નિરાશાજનક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button