અક્ષય કુમારની ફિલ્મોએ ‘ફ્લોપ’ની લગાવી હેટ્રિક, આઠમા દિવસે ખેલ ખતમ
સુપરસ્ટારના જમાઈ અક્ષય કુમારને પણ નિષ્ફળતાનો સ્વાદ ચાખવા મળી રહ્યો છે. એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે, જ્યારે તેની સામેની નવી ફિલ્મો સુપરહીટ થઈ રહે છે. વાત કરી રહ્યા છે. અક્ષય કુમારની ખેલ ખેલ મૈં રિલીઝ થયા પછી ઊંધા માથે પટકાઈ છે, જ્યારે તેની સાથે રિલીઝ થયેલી ફિલ્મ 400 કરોડનો પણ વકરો પાર કરી દીધો છે.
એક પછી એક ફ્લોપ ફિલ્મોનો સામનો કરી રહેલા અક્ષય કુમાર આ દિવસોમાં તેની નવી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સ્ત્રી 2 સાથે રિલીઝ થઈ હતી. જોકે, સ્ત્રી ૨ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
આ પણ વાંચો: ખેલ ખેલ મેંઃ અક્ષય કુમારની આ ફિલ્મ દર્શકોને હસાવશે અને અક્ષયની હાલકડોલક નૈયા પણ પાર લગાવશે
અક્ષય કુમારની ફિલ્મને આનો માર સહન કરવો પડ્યો છે. ફક્ત આઠ દિવસમાં ખેલ ખેલ મેં ફ્લોપ ફિલ્મોની યાદીમાં આવી ગઈ છે. આઠમા દિવસે ફિલ્મની કમાણી ૯૫ લાખ થઇ છે. જોકે, સમીક્ષકોએ ફિલ્મને વખાણી હતી, પરંતુ સ્ત્રી ૨ની આંધીએ બધો ખેલ બગાડી નાખ્યો છે. ફિલ્મે પહેલે દિવસે પાંચ કરોડની કમાણી કરી હતી, પરંતુ આઠમો દિવસ આવતા આવતા કમાણી લાખોમાં થઇ ગઈ.
ફિલ્મે કુલ ૧૯.૩ કરોડની કમાણી કરી છે. ફિલ્મ ફ્લોપ હતા અક્ષય કુમારે ફ્લોપ ફિલ્મોની હેટ્રિક કરી છે. આ પહેલા અક્ષય કુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘સરફિરા’ બંને ફ્લોપ થઇ હતી. ૩૧ મહિનામાં અક્ષય કુમારની ફક્ત એક ૨૦૨૩માં આવેલી ‘ઓએમજી’ સફળ થઇ છે. આ ઉપરાંત, ઓએમજી2 અને મિશન રાનીગંજ પણ રિલીઝ થઈ હતી. સેલ્ફી અને મિશન રાનીગંજ ફ્લોપ રહી હતી.