બીજા અઠવાડિયે પણ અજય દેવગણની ફિલ્મ કમાણીમાં આગળ, ‘120 બહાદુર’ ફિલ્મે તોડ્યો આ રેકોર્ડ

મુંબઈ: છેલ્લા 2 અઠવાડિયાથી થિએટર્સમાં 3 ફિલ્મો ચાલી રહી છે. જે પૈકીની બે ફિલ્મ ગયા અઠવાડિયે જ રિલીઝ થઈ છે. અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ અભિનીત ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ રિલીઝના 12માં દિવસે પણ બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રહી છે. ગયા અઠવાડિયે રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ ‘મસ્તી 4’ અને શૌર્યગાથા રજૂ કરતી ‘120 બહાદુર’ની સરખામણીમાં અજય દેવગણની ફિલ્મ કમાણીમાં નોંધપાત્ર રીતે આગળ છે.
‘120 બહાદુર’ ફિલ્મે તોડ્યો રેકોર્ડ
અજય દેવગણની ‘દે દે પ્યાર દે 2’ ફિલ્મે આજે સાંજ સુધીમાં રૂ. 64 લાખની કમાણી કરી હતી. જ્યારે ફિલ્મ રિલીઝ થયાના 12માં દિવસે ફિલ્મની કુલ કમાણી રૂ. 63.84 કરોડે પહોંચી છે. રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય, આફતાબ શિવદાસની સ્ટારર ફિલ્મ ‘મસ્તી 4’એ આજે સાંજ સુધીમાં રૂ. 41 લાખની કમાણી કરી છે. આ ફિલ્મની છેલ્લા 4 દિવસની કમાણી ક્રમશ: 2.75 કરોડ, 2.75 કરોડ, 3 કરોડ અને 1.5 કરોડ થઈ હતી. જ્યારે આ ફિલ્મની પાંચ દિવસની કુલ કમાણી રૂ.10.41 કરોડે પહોંચી છે.
ફરહાન અખ્તર અને રાશિ ખન્ના સ્ટારર ભારત-ચીનની યુદ્ધગાથા પર આધારિત ‘120 બહાદુર’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધીમે ધીમે આગળ વધી રહી છે. 1962ના રેઝાંગ લા યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં ફરહાન અખ્તરે શહીદ મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકા ભજવી છે. ‘120 બહાદુર’ ફિલ્મે આજે સાંજ સુધીમાં કુલ રૂ. 42 લાખની કમાણી કરી છે. છેલ્લા 4 દિવસમાં આ ફિલ્મે ક્રમશ: 2.25 કરોડ, 3.85 કરોડ, 4 કરોડ, 1.4 કરોડની કમાણી કરી છે. જ્યારે આ ફિલ્મની પાંચ દિવસની કુલ કમાણી રૂ. 11.92 કરોડે પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ફરહાન અખ્તરની ‘120 બહાદુર’ ફિલ્મે પાંચ દિવસમાં સૌથી વધુ રૂ. 11.92 કરોડની કમાણી કરનારી ટોપ 10 ફિલ્મોના લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મે ‘રોક ઓન’ (કુલ રૂ. 11.5 કરોડ)નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આગામી સમયમાં આ ફિલ્મ ‘લક બાય ચાન્સ’ (રૂ. 12.25 કરોડ) અને ‘ધ સ્કાય ઇઝ પિંક’ (રૂ. 15 કરોડ)નો રેકોર્ડ તોડશે કે નહીં, એ જોવું રહ્યું.
આપણ વાંચો: હવે ફ્લાયઓવરની જવાબદારી મહાપાલિકાના માથે સાત દિવસમાં એસએસઆરડીસી પાસેથી હસ્તાંતરણ



